________________
શ્રી મરૂદેવા માતાની કથા
તપ અને સંયમ ગુણરહિત કેટલાય ભવ્યજી કેવલ વિશુદ્ધ ભાવનાથી સિદ્ધિ પદને પામે છે. લઘુકમી મરૂદેવા માતાની જેમ
જે વખતે અષભદેવ ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું તે વખતે ભરત ચક્રવતી મહારાજા હતા. શ્રી ઋષભદેવ સ્વામીની માતા મરૂદેવા હંમેશા ભરતને ઠપકે આપતા હતા. હે વત્સ! તું રાજ્યસુખમાં મહિત બની મારા પુત્રની ખબર પણ કરતું નથી, હું લેકે ના મુખે આ પ્રમાણે સાંભળું છું કે-મારે પુત્ર રાષભ એક વર્ષ સુધી અન્ન અને પાણી વિના ભૂખ્યા અને તરસ્યા, વસ્ત્ર વિના એકલો વનમાં વિચરે છે. ઠંડી અને તાપ સહન કર મહાદુઃખને અનુભવે છે. એક વાર મારા પુત્રને તું અહિં લાવ તેને ભેજન વગેરે હું આપું. અને પુત્રનું મુખ જેવું. તે સમયે ભરતે કહ્યું, કે-માતા તમે શેક ન કરે. અમે સંખ્યામાં સે એ તારા જ પુત્ર છીએ. મરૂદેવા માતાએ કહ્યું, તે સત્ય છે પરંતુ આંબાના ફળની અભિલાષાવાળાને આંબલીના ફળ મળે એથી શું? તેમ મારા પુત્ર ઋષભ વિના આ આ સંસાર શૂન્ય લાગે છે. આ પ્રમાણે હંમેશા ઉપાલંભ આપતી, પુત્રના વિયેગથી રૂદન કરતી, તેના નેત્ર ઉપર પડ આવી ગયા. આ પ્રમાણે એક હજાર વર્ષ ગયે છતે શ્રી રાષભદેવ ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચોસઠ ઈન્દોએ આવી સમવસરણની રચના કરી ઉદ્યાનપાલકે ભરતને વધામણી