________________
૧૭૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આજથી સાતમા દિવસે, ત્રીજા પ્રહરે તે મહાવ્રતી થશે. એમ કહી જગદુત્તમ તીર્થકર સૂર્યની જેમ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતાં, પૃથ્વી ઉપર વિચરતા જયવંતા વર્તે છે. ત્યાર પછી મહા સત્વશાળી કુર્મા પુત્ર ગૃહસ્થ વેષને ત્યાગ કરી મુનિવેષ ધારણ કરી દેવે બનાવેલા સુવર્ણકમલ ઉપર બેસીને, તે શ્રેષ્ઠ કેવળી ધર્મદેશના કહે છે. ધર્મના દાન, શીલા તપ અને ભાવ એ ચાર ભેદે છે. તેમાં પણ જેમ દાનમાં અભય દાન,જ્ઞાનમાં કેવળજ્ઞાન, ધ્યાનમાં શુકલધ્યાન, તેમ સર્વ ધર્મમાં ભાવધર્મ શ્રેષ્ઠ છે. ગૃહાવસ્થામાં રહેતાં પણ ભવ્યજી, સુંદર ભાવ વડે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. અહિંયા અમારું જ ઉદાહરણ છે. આ પ્રમાણે દેશના સાંભળી યથાર્થ તનું સ્વરૂપ જાણે માતા-પિતાએ પણ ચારિત્ર ગ્રહણ કરી, સારી રીતે ચારિત્રનું પાલન કરી સત્વશાલી તેઓ સ્વર્ગમાં ગયાં. બીજા પણ ઘણું ભવ્ય છે કેવળીભગવંતનું વચન સાંભળી સમ્યકત્વ, દેશ વિરતિ અને ચારિત્ર ધર્મને સ્વીકાર કર્યો. અહિં ઘણા ભવ જેને પ્રતિબધ કરનાર શ્રેઠ કેવળી એવા કૂર્માપુરા દીર્ઘકાલ કેવળી પર્યાયને પાલન કરી મેલમાં ગયા.
ઉપદેશ –સારા ભાવધર્મથી ભૂષિત કૃમપુત્રનું ચરિત્ર સાંભળીને તમે પણ તે પ્રમાણે ભાવમાં યત્ન કરો કે જેથી અનંત શાશ્વતું સુખ પ્રાપ્ત થાય.
એ પ્રમાણે ભાવ ધર્મ ઉપર કૂર્મપુત્રની કથા ૯૪મી સમાત.
-કુર્યાપુત્ર ચરિત્રમાંથી.