SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ચારપણે પાળે. પછી પંદરમાં વર્ષે મેટા પુત્રને ઘરને ભાર સોંપીને વાણિજ્ય ગામની પાસે કેલ્લાગ ગામમાં શ્રેષ્ઠ શ્રાવકે સાથે ઔષધ શાળા કરાવીને ત્યાં રહે છે. ત્યાં આરંભને ત્યાગ કરીને મહાવીર સ્વામીની સેવા કરવામાં તત્પર તેમજ નિર્દોષ આહાર પાણીથી આજીવિકા કરનાર આનંદશ્રાવક ધર્મને આરાધે છે. એ પ્રમાણે ત્યાં સારી રીતે તપમાં રકત તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના વડે તે આખું ભરતક્ષેત્ર જુએ છે. તેમાં ભરતક્ષેત્ર સંબંધી લવણ સમુદ્રમાં પાંચસે લેજન, ઉંચે સૌધર્મ દેવલેક સુધી, વળી નીચે પહેલી નરકના પાતડા સુધી જુવે છે. - છ વર્ષ સુધી અનેક પ્રકારના તપ વિશેષ વડે સૂકાયેલા શરીરવાળા, પગલું પણ ભરવાને અસમર્થ થયેલા તે ધર્મ જાગરિકોને કરતે વિચાર કરે છે. જ્યાં સુધી ભરતક્ષેત્રમાં મહાવીરસ્વામી વિચરે છે ત્યાં સુધીમાં હું અનશન સ્વીકારું એમ વિચારી પ્રભાતમાં તેણે અનશન કર્યું. | મહાવીરસ્વામી ભગવંત તે જ નગરમાં સમવસર્યા. તે વખતે ભિક્ષાને માટે નગરમાં પ્રવેશેલા ગૌતમસ્વામી ઘણું લેકે પાસેથી આનંદશ્રાવકના અનશનને સાંભળે છે. તેથી ગૌતમસ્વામી ત્યાં પધારે છે. આનંદશ્રાવક મસ્તક ઉપર હાથ જોડીને કહે છે કે હું આપની પાસે આવવા અસમર્થ છું. તેથી મારી નજીક પધારે. પછી સમીપ આવેલા તેઓના ચરણેને ત્રણવાર સ્પર્શ કરીને વંદન કરે
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy