________________
શૂર રાજાની કથા
८८
શ્રી સિધ્ધગિરિ તીથના પ્રભાવથી વિઘ્નને સમુદાય નાશ પામે છે. અહિયા સિધ્ધગિરિ તીના પ્રભાવથી શૂરરાજા પરમપદને પામ્યા.
કલ્યાણપુર નગરમાં મદનરાજાને પ્રેમવતી નામની પત્ની છે અને તેને શૂર નામે પુત્ર છે. એક વખત રાજા નગરના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક શ્વેત વસ્ત્રને ધરણ કરનારી સ્ત્રીએ તેને કહ્યું, હે રાજન ! જે હું તારી સ્ત્રી થાઉં તા તારૂ શય વધે રાજાએ કહ્યું, તું આવ અને મારી સ્ત્રી થા. ત્યાર પછી તેણી કહે છે, તું ઘર તરફ જા, હું તારી પાછળ આવીશ. રાજા ઘેર ગયા. અહિ અચાનક શત્રુએના સમુદાયે આવી નગરને ઘેરે ઘાલ્યા. રાજાનગર બહાર આવી યુદ્ધ કરવા લાગ્યા. તેનું માટુ સૈન્ય જોઈ નગરમાં પ્રવેશ કરી રાજા વિચાર કરે છે-શત્રુનું સૈન્ય માટુ છે. તેથી હાલમાં હું શું કરૂ ? તે સ્ત્રીના છલના શબ્દોથી હું છેતરાયા છું. એમ મને લાગે છે જેથી તે સ્ત્રીએ કહ્યું, તારૂ રાજ્ય વધે, પણ અહિંયા વધવુ એટલે એલવવુ - શાંત પમાડવું એમ લાગે છે. જેમ દીવાને વધાવેા એટલે દીવાના ક્ષય કરાય. અથવા એલવાય. આથી જ મારૂ રાજ્ય ગયું. તે સ્ત્રી દરિદ્રી હાવી જોઇએ. હવે જો તે ચાલી જાય તા શ્રેષ્ઠ છે. જીવતા માણસ સેંકડો કલ્યાણ જુએ છે.'
(
આ પ્રમાણે નિર્ણય કરી રાજા પત્ની, પત્ર અને પરિવાર સહિત કંઈક ધન ગ્રહણ કરી ગુપ્ત રીતે રાત્રિમાં નગરની