________________
વરદત્તની કથા
૮૫
આ સંસાર અસાર છે. જેમાં કમના ઉદયથી જીવા અનેક પ્રકારે દુઃખી થાય છે. અહીં વરદત્ત મુનિનુ સુદર દૃષ્ટાંત છે.
કૌશાંબી નગરીમાં મહીપાલ નામે રાજા છે. એક વખત તે રાજા મહેાદય ગુરૂમહારાજ પાસે ધમ સાંભળવા બેઠો તે વખતે ધ દેશના આપતા ગુરૂ ભગવ ́ત હસ્યા. તે વખતે રાજાએ કહ્યું, 'હે ભગવંત ! આપ કેમ હસ્યા ? સાધુને હસવુ' ઉચિત નથી. ત્રિકાળજ્ઞાની ગુરૂ ભગવંતે કહ્યું, લેાકેાના ધને માટે મારાથી હુમાયું. રા એ પૂછ્યુ - કેવી રીતે લેાકેાને બેધ થાય ? ગુરૂ ભગવંતે ‘આ સમડીથી બેધ થાય’ એમ કહી તેનું સ્વરૂપ કહે છે,
આ ભરતક્ષેત્રમાં શ્રીપુરનગરમાં ધન્ય નામના શેઠ છે તેને સુંદરી નામે સ્ત્રી છે. તે પરપુરૂષમાં આસક્ત છે, તેને જાપતિ ચંદ્ર એક વખત તેણીને કહે છે કે હે સુંદરી! આજથી માંડી તારે મારી પાસે આવવું નહિ. હું તારા પ્રિય અને રાજાથી ભય પામું છું. સુદરીએ કહ્યું-તારે ભય પામવા નહી. હું તે પ્રમાણે કરીશ. મારા સ્વામીને મારી નાખીશ એટલે આપણને ભય રહેશે નહિ. ત્યાર પછી તેણી એક વખત દૂધમાં ઝેર નાખી સ્વામિના વિનાશ ઇચ્છે છે. તેણીના સ્વામી ભાજન કરવા બેઠા તે ભાજન પીરસી દૂધ લાવવા માટે ઘરના ઓરડામાં ગઈ. ત્યાં તે વખતે તેણીને સર્પ ડસ્યા. સ્વામીએ તેણીને માટે ઔષધ વગેરે