________________
૧૧૨ ]
: પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
તમને પણ થશે. પણ શેઠ કહે છે મારે પુષ્ય વડે સર્યુ, અધિક પુણ્યને ભાર કેણ વહન કરે? હું તને “ચાર ઘણું ઘી આપીશ.” એ પ્રમાણે કહી ભીમ ઘી લાવી વિક્રમ અતિથિને આદરપૂર્વક જમાડે છે. ભીમના ઘરમાં જે રાત્રી વિકમ રાજા રહ્યો હતો તે વખતે દેવગે તે જ રાત્રીમાં કૃપણ શેઠ
અને ભીમ વણિક એ બન્ને મૃત્યુ પામ્યા. રાજા તે જાણી વિચાર કરે છે. ભીમે આદર પૂર્વક મને દાન આપ્યું તે તે શેઠ કેમ મરી ગયે. તેથી મારે જીવવા વડે સર્યું, હું પણ મરી જવું એમ વિચાર કરી જ્યાં મરવાની ઈચ્છાવાળા વિકમ રાજા તલવાર પેટમાં મારે છે ત્યાં જ ફરી આકાશવાણી પ્રગટ થઈ. “આજથી દશમે મહિને તમારે કાંતિપુરમાં જવું, ત્યાં તમને દાનનું ફલ જોવા મળશે. તેથી રાજા નવ માસ પછી કાંતિપુરી નગરીમાં ગયે. ત્યાં ચંડાલની સ્ત્રીએ પહેલા છ પુત્રીઓને જન્મ આપ્યું હતું. ઘરમાં દરિદ્રતા હતી. તેણીને જ્યારે સાતમે ગર્ભ થયે, ત્યારે તેને પાડવાની ઈચ્છા થઈ. પરંતુ ગર્ભ પાડવા છતાં પડશે નહિં. કમે ચંડાલની સ્ત્રીએ પુત્રીને જન્મ આપે. અને તે પુત્રી લઈ ઉકરડામાં જ્યાં ત્યાગ કરે છે, એટલામાં ત્યાં આવેલ વિકમ રાજા ચંડાલની સ્ત્રીને કહે છે પુત્રીને ત્યાગ કેમ કરે છે? ત્યારે તેણી કહે છે આ પુત્રી ગર્ભમાં આવી ત્યારે ખરાબ દેહદ ઉત્પન્ન થયા, ઘરમાં આજે ખાવાનું અન્ન નથી. તે સાંભળી રાજાએ ધન આપી માતા પાસે પુત્રી પાછી ગ્રહણ કરાવી. ત્યાર પછી રાજા નગરની