________________
વિક્રમાદિત્ય રાજાની પહેલી કથા
૯૩
દાતારને કાંઈ પણ અદેય હોતું નથી. અહિંયા વિક્રમાદિત્ય રાજાની તાંતેરમી કથા છે. વિક્રમરાજાએ થી ‘નહી' ખેાલતી’ રાજકન્યાને પ્રાપ્ત કરી પ્રસન્ન થઈ ચિત્રકારને આપી દીધી. દાતારને નહિ આપવા લાયક શું હોય ?” અર્થાત્ બધું જ આપી શકે છે.
ઉજ્જયિણી નગરીમાં પરદુઃખભંજન પરસ્ત્રીને ભાઈ સમાન વિક્રમાદિત્ય રાજા હતા. તે એક વખત નગર બહાર ફરવા જતાં દૂર દેશથી આવેલા એક દૂતને તેઈ ને પૂછ્યું, તું કયાંથી આવ્યા છે ? ‘ કનકપુરથી હું આવ્યો છુ.' એ પ્રમાણે તેણે કહ્યુ. રાજાએ પૂછ્યું-ત્યાં કંઈ પણ આશ્ચય તે' જોયું ? તેણે કહ્યું હે દેવ ! ત્યાં જે આશ્ચય જોયુ છે તે સાંભળે. ત્યાં કનકસુંદર રાજાને સ્ત્રીઓના સમુદાયમાં શિશમણી જેવી તિલકશ્રી નામની પુત્રી છે. એક વખત તેણીને માત-પિતાએ વિવાહ માટે કહ્યું. તેણીએ કહ્યું કે-રાત્રિના વિષે ચાર વાર જે મને ખેલાવશે તે મારે સ્વામી, અન્યથા મારો સેવક થશે. એ પ્રમાણે તેણીના નિર્ણયની વાત ચારે બાજુ પ્રસિધ્ધ થયેલ સાંભળીને ઘણા રાજા, મંત્રી, શેઠ, સાવાર્હ અને સેનાપતિ વગેરેના પુત્રો તેને માટે ત્યાં આવ્યા. તેણીને નહિ જીતવાથી તેના ઘરમાં તેઓ માથું મુંડાવી, સેતુ' મસીથી મલિન કરી, સ્ત્રી વેશ ધારણ કરી હંમેશા પાણી લાવે છે. એ પ્રમાણે ત્યાં