________________
૯૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
કહે છે-તમારાં પૂર્વજોમાં થયેલ રામચંદ્રજીએ લકા જતી વખતે સમુદ્ર ઉપર પત્થરાને તરતા મૂકી પુલ ખાંધ્યા હતા અને તમે પણ તેના વંશમાં જ થયેલા આ નાના પત્થરને પાણી ઉપર તરાવવાને કેમ સમ થતા નથી ? ત્યારે રાજા કહે છે કે કયાં રાજા રામચંદ્ર અને કયાં ? તે વખતે વિદ્વાન બ્રાહ્મણ કહે છે કે તે અગસ્ત્ય મહાઋષિ કયાં ? અને હું કયાં? આ પ્રમાણે જેવા વર્તમાન કાળમાં રાજા છે. તેવા જ વિદ્વાન બ્રાહ્મણા છે. તેથી પૂર્વકાલના સરખા સત્વશાલિ મહાપુરૂષો વર્તમાનકાલમાં નથી.
ઉપદેશ :–વ માનકાળના રાજા અને વિદ્વાન બ્રાહ્મણના સુંદર વાર્તાલાપને સાંભળી હમેશા યથા શકિત તમે કા કરવામાં તત્પર અનેા.
એ પ્રમાણે વર્તમાનકાળના રાજા અને વિદ્વાન બ્રાહ્મણુની કથા સમાપ્ત.
--ગુર્જર કથામાંથી, (૭૨)