________________
પપ
વિવેચન–પૂર્વે અહિંસા વ્રતના વિવેચનમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંસુધી આત્માને દેહનું બંધન રહેલું છે, અને જ્યાં સુધી સંસાર વ્યવહારનો ભાર દેહની સાથે સંકળાએ રહે છે, ત્યાં સુધી અનેક પ્રકારની સૂક્ષ્મ સ્કૂલ જીવોની હિંસા મનુષ્યને માટે અનિવાર્ય જ રહે છે. એટલે કે કેટલાક પ્રકારની માનસિક, વાચિક તથા કાયિક હિંસા કર્યા વિના ચાલી શકતું નથી. એ પ્રકારની અનિવાર્ય હિંસા તે અર્થદંડ–હેતપુર:સર અન્ય જીવોને આપવામાં આવેલે દંડ કહેવાય છે; પરંતુ ઘણુ વાર મનુષ્ય અનર્થ દંડ આચરે છેઅહેતુક પાપાચરણ કરે છે. એ પ્રકારના અનર્થ દંડમાં કેટલીક વાર તેઓ જગીને પ્રવર્તે છે અને કેટલીક વાર અવશતાથી–ગફલતથી વર્તે છેઃ એવા પ્રકારનાં અહેતુક–નિપ્રયેાજન પાપાચરણ ન થાય તેટલા માટે આ ત્રત નિમણુ થએલું છે. અપધ્યાન-દુષ્ટ ધ્યાન, પ્રમાદ, હિંસક શસ્ત્રનો સંચય અને તેનું દાન તથા પાપકર્મને ઉપદેશ એ ચાર પ્રકારના અનર્થ દે છે. જૈન શાસ્ત્રોમાં આર્તધ્યાન અને રોદ્રધ્યાન એવું બે પ્રકારનું અપધ્યાન કહેલું છે. કોઈ દુઃખાદિને લીધે મોટા શબ્દથી આકંદ કરવો, શોચ કરતાં આંસુ પાડવાં, દીનતાપૂર્વક વારંવાર કિલષ્ટ ભાષણ કરવું અને માથું કે છાતી વગેરે અંગે પાંગ ફૂટવાં એ આર્તધ્યાનના બાહ્ય ચિહન છે.
ધ્યાન એટલે કે ક્રોધપૂર્વક જુદા જુદા પ્રકારનાં અનિષ્ટ ધ્યાન કરવાં તે. પ્રાણીઓને હથીયારોથી કિવા મંત્રાદિ પ્રયોગથી મારી નાંખવાનું ચિંતન કરવું, કોઈનું અનિષ્ટ કરવાને ચાડી કરવાની કે પારકા દોષ પ્રકટ કરવાની કચછા કરવી, તીવ્ર રેષથી ધનિકાના મરણવડે પદ્રવ્ય હરણ કરવાની યોજનાઓનું ચિંતન કરવું, પિતાના દ્રવ્યના રક્ષણ માટે સર્વત્ર શંકા પામી શત્રુ વગેરેને હણવાના વિચાર કર્યા કરવા એ રોદ્ર વ્યાનના પ્રકાર છે. દુ:ખના વિયોગ માટે ને સુખના સંગ માટે મનુષ્ય રાત દિવસ મથન કર્યા કરે છે, પરંતુ એ મથન સત્યમાર્ગે કરવાને બદલે જ્યારે તે અન્ય પ્રાણીઓના અહિતધારા પિતાનું હિત કરવાની મિથ્યા કલ્પનાઓ કર્યા કરે ઇ, ત્યારે તે પિતાની ચિત્તવૃત્તિને પાપના પંકથી અનર્થક-અહેતુક-નિષ્ણ
જન રીતે લિપ્ત કરે છે અને તેથી આ બેઉ જાતનાં અપધ્યાન તે અનર્થ