________________
પર
સાધવાને માટે શ્મશાનમાં રાત્રિઓ કાઢી, તે પણ ફૂટી બદામ મળી નહિ; માટે હે તૃષ્ણા ! હવે તો તું મને છેડ. (૨૦).
[ સંયમ-સંગ્રહ કરવાની વસ્તુઓની સ્થત પરિગ્રહની મર્યાદા વિષે કહ્યા પછી દિશાઓની અને ભોગ્ય વસ્તુઓની મર્યાદા બાંધવા રૂપી છઠ્ઠા અને સાતમા વ્રત વિષે હવે કહેવામાં આવે છે. ] * હિમામ પોકારત્રને . ર૨ / दिङ्मानेन भवेद् व्रतं सुखकरं षष्ठं तथा सप्तमं । भोगाङ्गांशुकभूषणाशनजलौषध्यादिमाने भवेत् । यहाणिज्यमपारपापजनकं चाङ्गारकर्मादिकं । कर्मादानतया मतं तदखिलं हातव्यमस्मिन् व्रते ॥ દિશાઓ અને ભાગ્ય વસ્તુની મર્યાદા બાંધવાનાં વ્રત.
ભાવાર્થ–પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓનું માન કરવાથી સુખી આપનાર એવું છઠું વત નિપન્ન થાય અને ભોગનાં સાધન વસ્ત્ર–આભૂષણ ખાન પાન ઓષધિ આદિની મર્યાદા કરવાથી સાતમું વ્રત નીપજે. લાકડાં બાળી કલસા કરવા, વન કપાવવાં ઈત્યાદિ અત્યંત પાપજનક, કર્માદાન રૂપે ગણાતા જે પંદર પ્રકારના વ્યાપાર તેને ત્યાગ પણ સાતમા વ્રતમાં કરવામાં આવે છે. (૨૧)
વિવેચન—દિશાઓ દશ છેઃ ચાર દિશાઓ, ચાર ઉપદિશાઓ, આકાશ અને પાતાળ. આ દશે દિશામાં ગમનાગમન કરવાની અને એ દિશાઓમાંથી જૂદી જૂદી ભોગ્ય વસ્તુઓ મંગાવવાની મર્યાદા કરવી તે આ વતનો હેતુ છે. એ જ રીતે ખાઘ–પેય, ભોગ્ય ઈત્યાદિ વસ્તુઓની મર્યાદા બાંધવી એ સાતમા ભોગપભોગ વ્રતને હેતુ છે. આ બેઉ વ્રતે આદરનાર એક પ્રકારની તપશ્ચર્યામાં જ પ્રવેશ કરે છે તેમ કહી શકાય. તેથી ગમનાગમનની વૃત્તિને અને ભોગ્ય વસ્તુઓને ઉપભોગ કરવાની લાલસાને અવશ્ય નિરોધ થાય છે. ગમનાગમનની પ્રવૃત્તિ જેમ વધારે વિશાળ થાય છે, તેમ