SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આ હેતુપૂર્વક ગ્રંથકારે બ્રહ્મચર્ય વ્રત પાળવાના કેટલાક ખાદ્યોપચાર દર્શાવેલા છે, જેવા કે વિષયી દૃષ્ટિથી પરસ્ત્રી તરફ તેવું નહિ, પરસ્ત્રી સાથે હાસ્ય—વિનાદ કરવા નહિ, કામને ઉદ્દીપ્ત કરે તેવા માદક પદાર્થોનું સેવન કરવું નહિ, એકાંતમાં પરસ્ત્રી સાથે સંભાષણ કરવું નહિ, રમત-ગમત કરવી નહિ, પરસ્ત્રી સાથે એક આસને બેસવું નહિ કે માર્ગોમાં સાથે સાથે ચાલવુ નહિ, શરીર પર મેહક આભૂષણેા કરવાં નહિ, ઈંદ્રિયના દમન અર્થે ચેાગ્ય તપશ્ચર્યાં કરવી, સરસ ભે!જતા કરી ઇંદ્રિયાને મ્હેકાવવી નહિ, ઇત્યાદિ. આવા ખાદ્યોપચાર પાળનારની સ્થિતિ કાંઇ બાંધેલા ઘેાડાના જેવી હેાતી નથી એ સમજી શકાય તેમ છે. આંધેલા ઘેાડા તા પારકાને વશ છે, પરન્તુ એવા ખાદ્યોપચારથી બ્રહ્મચર્ય પાળનાર પોતાના વ્રત કે પ્રતિજ્ઞાને વશ હેાય છે અને વ્રત કે પ્રતિજ્ઞા તેના મનેાનિશ્ચયના જ ફળરૂપ હાઇ વસ્તુતઃ તેનું બ્રહ્મચ સ્વવશતાને લીધે જ જન્મેલું ગણાય છે, ઘેાડાના જેવી પરવશતાને લીધે નહિ. આ બ્લેકેમાં વાનપ્રસ્થ થવા ઈચ્છતા પુરૂષને પરસ્ત્રી સાથેના વનના સંબંધમાં જે ખાદ્યોપચાર સૂચવવામાં આવ્યા છે, તેના જેવા બાહ્યોપચાર એક સંસારત્યાગી મુનિને સ` સ્ત્રીએના સંબંધમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂચવવામાં આવેલા छे : - इह खलु थेरेहिं भगवंतेहिं दस बंभचेर समाहिठाणा पन्नत्ता । जे भिख्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्तेगुत्तिदिए गुत्तबंभचारी सया અલ્પમત્તે વિગ્ગા । અર્થાત્–જૈન ધર્મમાં શ્રી વિર ભગવાને બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાન પ્રરૂપ્યાં છે, જેનું શ્રવણ કરવાથી અને સમજવાથી સાધુ સંયમ અને સંવરને વિષે સુદૃઢ રહી શકે છે, પોતાનું ચિત્ત સ્થિર રાખી શકે છે, ત્રણ ગુપ્તિએ સુરક્ષિત રહી શકે છે, પાંચે ઇન્દ્રિયાને કાબૂમાં રાખી શકે છે, બ્રહ્મચય પાળી શકે છે અને સદાસદા અપ્રમત્ત વિચરી શકે છે. આ દશ સમાધિસ્થાન નીચે મુજબ જણાવેલાં છે. (૧) શયન— -આસને માટે સ્ત્રી, પશુ તથા નપુ ́સકથી વ્યાપ્ત સ્થાનના ઉપયોગ કરવા નહિ, (૨) સ્ત્રી વિષેની શૃંગારી વાતચીત કરવી. નહિં, (૩) સ્ત્રીની સાથે ધારણ રાજ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy