________________
નિzથાવરકુહમ્ | ૨૬ / एकैकेन्द्रियपारवश्यनिहता मत्स्याः पतङ्गा मृगा। - दृश्यन्ते किल दुर्दशामुपगता भृङ्गाश्च हस्त्यादयः ॥ ये पञ्चेन्द्रियकामभोगविवशा नक्तंदिवं लम्पटा-: स्तेषां स्यादिह का दशा परभवे स्थानं च लभ्यं किमु॥
' ઇન્દ્રિયની પરવશપણાનું દુ:ખ
ભાવાર્થ–માત્ર એકેક ઈન્દ્રિયની પરાધીનતાથી હણાયેલ મત્સ્ય, પતંગ, મૃગ, ભમરા અને હાથી આદિ પ્રાણીઓ દુર્દશામાં પડેલા જોવામાં આવે છે ત્યારે જે મનુષ્ય પાંચ ઇન્દ્રિયના કામભેગને વશ થયેલ હોઈને રાત દિવસ વિષયલંપટ રહે છે તેમની આ ભવમાં શું દશા થશે અને પરભવમાં કેવું સ્થાન પ્રાપ્ત થશે ? (૧૬)
વિવેચન—જિહવાના સ્વાદને વશ થએલું માછલું ધીવરની જાળમાં ખાવા જાય છે એટલામાં તે તેમાં પકડાઈ પ્રાણ ખુએ છે. દીપકને તેજના અંબારરૂપ જોઈ આનંદ અનુભવતું પતંગીયું તેને મળવા દોડે છે અને તેમાં જ પડીને ભસ્મીભૂત થઈ જાય છે. મધુર વાદ્યસ્વર સાંભળીને મુગ્ધ થએલ કસ્તુરી મૃગ પારાધિની નજીક ને નજીક જઈ છેવટે તેના ફાંસામાં ફસી પડી જીવ ગુમાવે છે. મધ ચૂસવાનો લોભી ભ્રમર સ્વાદેકિયની પરવશતામાં ફસાઈ કમળમાં પડ્યો રહે છે અને સાંજ પડતાં કમળ બીડાય છે એટલે તેમાં કેદ પુરાઈ રહે છે અને આખી રાત કેદમાં રહ્યા પછી સહવારે કમળ ઉઘડે તે પહેલાં તો હાથી સરોવરમાં પાણી પીવા આવે છે ત્યારે તે કમળ ખાઈ જાય છે અને તે સાથે કેદ થએલો ભ્રમર પણ હાથીનો બરાક બને છે. પુનઃ હાથી પણ લીલું ઘાસ ખાવાના લેભથી શિકારીઓની ખાડમાં ફસી પડી મૃત્યુના મુખમાં હોમાય છે. આ બધાં નાનાં મોટાં પ્રાણીઓ કોઈ જીભના, કોઈ આંખના, કોઈ કાનના, કોઈ ત્વચાના ઇત્યાદિ એક એક ઈદ્રિયના પરવશપણને લીધે દુઃખી થાય છે, ત્યારે વિષયલંપટ