SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૩ રૂપસ્થ અને રૂપાતીત. અરિહંત ભગવાનની શાન્ત દશાનું નિર્મળ સ્વરૂપ સ્થિર અને એકાગ્ર ચિત્તમાં સ્થાપીને અતિ નિર્મળતાથી અમુક વખત તેનું ચિંતન કરવામાં આવે તે રૂપસ્થિ નામે ત્રીજા પ્રકારનું ધ્યેય; રૂપથી અતીત થએલા, નિરંજન નિરાકાર મળરહિત સિદ્ધ ભગવાનનો આશ્રય કરીને તેની સાથે પોતાના આત્માનું એકપણું પિતાના હૃદયમાં એકાગ્રતાપૂર્વક ચિંતવવામાં આવે તે રૂપાતીત નામે ચોથા પ્રકારનું ધ્યેય સમજવું. (૨૦૦૯) વિવેચન આ લોકત્રયીમાં શેયના ચાર પ્રકારની સમજૂતી આવે છે. પિંડસ્થ, પદ, રૂપસ્થ અને રૂપાતીત એવા એ ચાર ભેદનો સ્વીકાર વેદશાસ્ત્રીય યોગગ્ર અને જૈન ગગ્રંથે પણ કરે છે, માત્ર એ એયમાં ધ્યાન કરવાના વિધિમાં જૂદી જૂદી પરિભાષા જોવામાં આવે છે. આપણે અત્રે એ ચારે ધ્યેયની અનુક્રમે સમજૂતી આપીશું કે જે સમજૂતી ઉપર આપેલી કત્રયીમાં કાંઈક સંક્ષિપ્ત રૂપે દેખા દે છે. (૧) પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ એ પાંચ તત્ત્વો છે. એ પાંચ તત્ત્વોને પ્રત્યેક પદાર્થ-પિંડ બનેલ છે. આ પંચતત્ત્વનું ધ્યાન તે પિંકસ્થ સ્થાન છે. વેદશાસ્ત્રમાં તે પંચતત્ત્વના સ્થાનને વિધિ છે, તેને અનુસરતો પણ પરિભાષામાં ભિન્નતાવાળે જૈન શાસ્ત્રમાં કથેલે તેને વિધિ છે. જૈન શાસ્ત્રાનુસાર પાર્થિવી, આગ્નેયી, વાયવી, વારૂણી અને તત્વભૂ એ પાંચ ધારણારૂપે આત્માનું એકાગ્રતાથી ચિંતન કરવાનું છે. હેમાચાર્ય નિમ્ર લોક વડે એ પાંચે ધારણઓનાં નામ કથે છેઃ पार्थिवी स्यादथाग्नेयी मारुती वारुणी तथा । . तत्वभूः पंचमी चेति पिंडस्थे पंचधारणा: ॥ પાર્થિવી ધારણા અને તેનું ધ્યાન આ પ્રમાણે કરવું. આ તિર્થો લોક એક રાજપ્રમાણ લાંબા-પહોળે છે. તેમાં પહેલાં ક્ષીરસમુદ્રને કલ્પ. તે સમુદ્રની મધ્યમાં જંબુદ્વીપની પેઠે એક લાખ યોજનાના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમળ ચિંતવવું. કમળની મધ્યે કેસરાઓ છે, તેની મધ્યે દેદીપ્યમાન પીળી પ્રભાવાળી અને મેરૂ પર્વત સમાન પરિમાણુ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy