SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ અને નિર્ગુણ ધ્યાન એવા બે ધ્યાનના ભેદો પાડે છે, તેમ જૈન શાસ્ત્રમાં પ્રશસ્ત ધ્યાનના ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એવા બે ભેદ પાડવામાં આવેલા છે; તેાપણુ આ બેઉ વર્ગીકરણા એક બીજાના પર્યાયવાચક નથી, એટલે એ વર્ગીકરણ એક જ દૃષ્ટિથી થએલું નથી. સગુણ ધ્યાન એ આલંબનસહિત ધ્યાન છે અને નિર્ગુણ ધ્યાન એ આલમનરહિત છે, જ્યારે ધર્મ ધ્યાન આલખનહિત અને શુક્લ ધ્યાન કાંઇક આલેખનસહિત તથા કાંઇ આલેખનરહિત છે. તે વિષે આગળ જતાં વિવેચન આવશે. ધર્માં ધ્યાન કે સગુણ ધ્યાન બેઉમાં એક દૃષ્ટિબિંદુ સમાન છે અને તે એ કે ચિત્તની પરમ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાને ઉચ્ચ ભાવનાઓથી ચિત્તનું પોષણ કરવું. સગુણ ધ્યાન તે સૂર્ય, વિષ્ણુ, અગ્નિ ઇત્યાદિ દેવસ્વરૂપને મનમાં ધારણ કરી તે સ્વરૂપ પણ પેાતાનું જ છે, ‘સોડË ' છુ, એવું અવધારવાનું છે; ધ ધ્યાન તે દેવાનાં ભૂત સ્વરૂપાનું નહિ પણ તેમના જીવનગુણાનું અને આપણા જીવનગુણેાની ન્યૂનતાનું ચિત્તમાં ધ્યાન કરી ઉચ્ચ શ્રેણી પર ચડવા વિષેનું ધ્યાન કરવાનું છે. થીએસેફ્રીસ્ટા ચિત્તને સ્થૂળ પદાર્થોના માનસિક ધ્યાનની કેળવણી આપીને પછી જીવનના ઉચ્ચ ગુણેાના વિકાસ માટેનું ધ્યાન ધરવાની પતિ બતાવે છે : મી. લેડખીટર કહે છે કેઃ—If you prefer it, you can take some moral quality, as is advised by the Catholic Church when it prescribes this exercise. In that case, you would turn that quality over in your mind, see how it was an essential quality in the Devine order, how it was manifested in Nature about you, how it had been shown forth by great men of old, how you yourself could manifest it in your daily life, how (perhaps) you have failed to display it in tre past and so on. Such meditation upon a high moral quality is a very good exercise in many ways, for it
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy