________________
૪૧૩
મળી હેાય તેવા બનાવાના પુષ્કળ દાખલાઓ મળી શકે છે. આવા પ્રાયશ્ચિત્તથી અભ્યંતર–માનસિક લાભા કેવા થાય ? તે સબંધે કહ્યું છે કે लहु आह्लाइजणणं अप्पपरनिवत्ति अज्जवं सोही । दुक्करकरणं आणा निस्सलत्तं च सोहि गुणा ॥ અર્થાત્—ગુરૂ સમીપે પાપપ્રકાશ કરવાથી અંતરમાં લઘુતા આવે છે, મનના ભાર એછે. થએલા લાગવાથી આહ્લાદ ઉત્પન્ન થાય છે, પોતાની અને પરની નિવૃત્તિ થાય છે, આવ સિદ્ધ થાય છે, શુદ્ધતા પ્રાપ્ત થાય છે, પાપપ્રકાશ જેવું દુષ્કર કાય પોતે કર્યું એમ મનને લાગે છે, ગુરૂની આજ્ઞા (ગુરૂ કહે તે વ્રત–તપ કરવાની ) પ્રાપ્ત થાય છે અને અંતર નિઃશલ અની જાય છે; એ બધા ‘શાધિ’ કહેતાં આલોચનાના અભ્યંતર ગુણા છે. મનમાં જ પસ્તાવા કરવાથી પ્રાયશ્ચિત્ત સિદ્ધ થતું નથી, કારણકે મનનેા સ્વભાવ ચંચળ છે અને પરિસ્થિતિ બદલાતાં કિંવા પશ્ચાત્તાપની અસર સાગવશાત્ નાખુદ થતાં પુનઃ પાપપ્રવૃત્તિ માટે મન લલચાય છે; તેટલા માટે ગુરૂ સમીપે પ્રાયશ્ચિત્ત કરવું આવશ્યક છે. તેથી મનની વિશુદ્ધિ થવાથી અને લઘુતા–સજુતા ઇત્યાદિ પ્રાપ્ત થવાથી પાપમાં પુનઃ પ્રવૃત્તિ થવાના સંભવ તદ્દન ઓછા થઈ જાય છે. પાપની આલોચના એ તપ તા છે, પરન્તુ પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ તા ગુરૂ જે આજ્ઞા કરે અને છેદ કે તપ કરવાનું કહે તે તત્કાળ પ્રસન્ન મનથી આચરવા વડે જ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે आलोयणा रिहाइयं पायछित्तं तु दसविहं ॥ जे भिख्खू वहइ सम्मं पायछित्तं तमाहियं ॥ અર્થાત–ગુરૂસમીપે પાપાલોચના કરવી, અને દસ વિષે પ્રાયશ્ચિત્ત કરવું, તથા કાયાએ કરીને તે ફરી રીતે સેવવું તેનું નામ પ્રાયશ્ચિત્ત. વવાઇ સૂત્રમાં
આ દસવિધ પ્રાયશ્ચિત્ત કિંવા ગ્રંથકાર કહે છે તે છે' અને ‘ તપ ’નીચે મુજબ કહેલા છે. (૧) ગુરૂની સમીપે પાપના પ્રકાશ કરવા. (ર) મિથ્યા દુષ્કૃત ને પ્રતિક્રમણ કરવું. (૩) આલે ચના અને મિથ્યા દુષ્કૃત બેઉ કરવાં. (૪) દેષિત વસ્તુને ત્યાગ કરવા. (૫) કાયાત્સ કરવા. (૬) આયંબીલાદિ તપ કરવું. (૭) દીક્ષામાં છ માસ સુધી હેઠળ ઉતરવું. (૮) ફરીથી દીક્ષા લેવી. (૯) જે પ્રકારથી પાપ લાગ્યું હોય તે કાથી દૂર રહેવું. (૧૦) સમુ