________________
વ્યાપાર થાય છે. કોઈ સુંદર દૃશ્ય હોય અને તે જોવાની ઈચ્છા મન કરે ત્યારે આંખ તે તરફ ફરે અથવા કોઈ સારી વસ્તુ હોય અને તે ખાવાની ઈચ્છા મન કરે ત્યારે જીભ તેનો સ્વાદ લે; પરંતુ કામી ઈકિય તે મનની ઈચ્છા વિના પણ વિષયભોગની વસ્તુના સમાગમમાં આવે છે. ઈચ્છા ને હોય છતાં વાત્રાનો મધુર નાદ કાનમાં પેસીને વિષયને જગાડે, ઈચ્છા ન હોવા છતા ફૂલ કે અત્તરની સુગંધ વાયુ સાથે મળીને નાકમાં પેસી વિષયને જગાડે, ઈચ્છા ન હોય છતાં શીતળ વાયુ તપેલા દેહને સ્પર્શ કરીને સુખ ઉપજાવતાં વિષયને જગાડે, એટલે એ ઈકિય કામી છે. એ પાંચે ઈદ્રિથોની પ્રતિસંલેખના કરવી એટલે વાર્થ ચિનિપ્ર-ઈયિનિગ્રહ કરે. રાગી ઈદ્રિયને નિગ્રહ કરવા કરતાં કામ ઈદ્રિયનો નિગ્રહ વધારે કઠીન
છે. આંખ બંધ રાખી કે ખાદ્ય પદાર્થ હાથે ઉપાડીને મુખમાં ન મૂક્યો • એટલે આંખ અને જીભનો નિગ્રહ થઈ શકે; પરન્તુ અનિચ્છાએ કાનમાં શબ્દ પેસે, નાકમાં સુગંધ પેસે અને શરીરને સ્પર્શ થાય, છતાં વિષયની જાગૃતિ થવા ન દેવી તે વિશેષ કઠીન છે અને એવો નિગ્રહ કઠીન છે, માટે જ તે “તપ” છે. ઉવવાઈ સૂત્રમાં આ પ્રકારના ઈદ્રિયનિગ્રહનો એક જ માર્ગ સૂચવ્યા છે અને તે એ કે ઇંદ્રિયને વિષયના સાધન તરફ જતી રોકવી, છતાં એ સાધન અનિચ્છાએ ઈદ્રિયને વિષયેપગ કરાવે, તે તેમાં રાગ કે દ્વેષ ધારણ ન કરતાં ચિત્તની સમતા જાળવી રાખવી એટલે નિગ્રહ આપોઆપ થઈ ચકો સમજો. પ્રતિસંલેખનાને બીજો પ્રકાર નેચર ષયોછય: કહ્યો છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. સાધુજીવનમાં એ કષાયનો ત્યાગ જ કર્તવ્ય હોય છે છતાં તેને ઉદય થઈ આવે તે સંભવિત છે. તે વખતે તેને નિરોધ કરે અને નિરોધ કરવાનો યત્ન છતાં તેનો ઉદય થાય છે તેને–પ્રત્યેક કષાયના વિકારને નિષ્ફળ કરે તે કષાયપ્રતિસંલેખના તપ ગણાય. ક્રોધને ક્ષમા વડે, માનને વિનય વડે, માયાને સરળતા વડે અને લોભને સંતોષ વડે નિષ્ફળ કરે એટલે કષાયો ઉપર જીત મેળવવા રૂપી જે તપ તેને લાભ મુનિ પામી શકે. પ્રતિસંખનાને ત્રીજો પ્રકાર ચોગપ્રતિસલેખના. મન,