________________
૪૦૬ भिक्षाचरीरसपरित्यागकायक्लेशाः । १८१ ॥
दोषान् षण्णवतिं विहाय विशदा ग्राह्या हि भिक्षोचिता तत्राऽभिग्रहधारणं सुयमिनां द्रव्यादिभेदैः सदा ॥ आचाम्लादिविधानतो मुनिजनैस्त्याज्या घृताद्या रसाः। स्थित्वाऽनेकविधासनैरभिमुखं सूर्यस्य कुर्यात्तपः ॥ ભિક્ષાવૃત્તિ, રસરિત્યાગ અને કાયક્લેશ,
ભાવા—તપસ્વી મુનિએ આહારના છન્નુ દોષ વને નિર્મળ ભિક્ષા લેવી, તેમાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અનેક પ્રકારે અભિગ્રહ ધારણ કરવા તે ખાદ્ય તપને ત્રીજો ભેદ છે. આયંબીલ, નીવી, વગેરે તપ કરતાં ઘી, દૂધ, તેલ વગેરે રસને તપસ્વી મુનિએ ત્યાગ કરવા તે ખાદ્ય તપને ચેાથેા પ્રકાર છે. અનેક પ્રકારનાં આસને વાળી સૂર્યની સામે આતાપના લેતાં તપ કરવુ તે પાંચમા કાયક્લેશ નામે તપને પ્રકાર છે. ( ૧૮૧ )
*
વિવેચન— ભિક્ષાચરી ’ ને વૃત્તિસંક્ષેપ ’તપને નામે પણ એળખવામાં આવે છે. ભિક્ષાચરીમાં ભિક્ષાવૃત્તિને સંક્ષેપ કરવાના અને એ રીતે તપશ્ચર્યા કરવાના હેતુ રહેલા છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે— भैक्षेण वर्त्तयेन्नित्यं नैकान्नादीभवेद् व्रती । भैक्षेण व्रतिनो वृत्तिरुपवाससमा स्मृता ॥
અર્થાત્—વ્રતીએ હમેશાં ભિક્ષા માંગીને ખાવી પરંતુ કાઈ એક જ ગૃહસ્થના અન્નનું ભક્ષણ કરનાર થવું નહિ; ભિક્ષાચરણ કરવાથી વ્રતીની વૃત્તિ ઉપવાસરૂપી તપ કરવાથી જેવી હોય છે તેવી થાય છે.
પૂર્વે એષણીય આહારાદિ ગ્રહણ કરવાને જે સાધુધ` કહેલા તેમાં આહારના ૯૬ દોથી રહિત આહાર જ એષણીય હાય છે; પરન્તુ એષણીય આહાર ગ્રહણ કરવામાંએ સંક્ષેપ કરવા–સયમ સાધા તે આ તપના હેતુ છે. આમાં મુનિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવવડે અભિગ્રહ