________________
૩૮૧, ध्यानार्थे परिपूर्णयामयुगलं स्वाध्यायसंसिद्धये । रक्ष्यं यामचतुष्टयं मुनिवरेनों कालमानोत्क्रमः ॥ કાલક્રમનું ઉલ્લંઘન થયે પણ કાલમાનનું ઉલ્લંઘન ન કરવું.
ભાવાર્થ અને વિવેચન—દિવસને એક પ્રહર આહારાદિ શરીરકૃત્ય માટે અને રાત્રિનો એક પ્રહર નિદ્રારૂપી શરીરકૃત્ય માટે નિત્યક્રમમાં ઠરાવેલું છે તે પૂર્વેના બે શ્લોકો ઉપરથી આપણે જોઈ ગયા. એ બે પ્રહરને બાદ કરતાં દિવસ અને રાત્રિના મળી એકંદર છ પ્રહાર સ્વાધ્યાય, આવશ્યક, પ્રતિલેખન, ધ્યાનાદિ માટે રાખેલા છે. કારણવશાત જે કાળના અનુક્રમમાં ફેરફાર કરવો પડે તે શું કરવું ? તે માટે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે એ અનુક્રમનું ઉલ્લંઘન કરવું પડે, તો પણ શરીરકૃત્ય અને ધર્મકૃત્ય એ. બેઉ માટેના કાળના માપનું ઉલ્લંઘન ન કરવું. ઉદાહરણ તરીકે કોઈ સ્થળે મધુકરી માટે ત્રીજો પ્રહર અનુકુળ ન હોય પણ બીજો પ્રહર અનુકૂળ હોય. નાનાં ગામોમાં ખેડૂતોની વસતી હોય તે ખેડૂતો બહુધા વહેલા ભોજન પતાવીને ખેતીના કાર્ય માટે નીકળી પડે છે, તે ત્યાં બીજે પ્રહરે ગોચરી કરવી પડે; નહિ તો કદાચ એષણય આહાર–પાણી મળવાં અશક્ય થઈ પડે. તે તેને સ્થાને ત્રીજા પ્રહરનું ગોચરીનું કાર્ય બીજા પ્રહરમાં પતાવીને બીજા પ્રહરનું સ્વાધ્યાયાદિનું કાર્ય ત્રીજા પ્રહર ઉપર રાખવું, કિંવા સ્થાન પરત્વે ગોચરીનું કાર્ય ત્રીજા પ્રહર ઉપર રાખવું, એટલે કે ક્રમમાં ફેરફાર કરો, પરંતુ સ્વાધ્યાયાદિના કાર્ય માટેનો એક પ્રહર નક્કી કરેલો છે તે પ્રહર તો તેની પાછળ અવશ્ય ગાળવો જ, તાત્પર્ય એ છે કે દિનકૃત્ય અને રાત્રિકૃત્યને ક્રમબંધનને વખતે અક્ષરશઃ વળગી રહેવાનું ન બને તે એ ક્રમ ઉલ્લંઘીને પણ એ કૃત્યોના હેતુના પાલન માટે કાળમાનને તે યથાસ્થિત જાળવવું જ. એકંદર રીતે બે પ્રહર નિદ્રા અને આહાર માટે, બે પ્રહર ધ્યાન માટે અને ચાર પ્રહર સ્વાધ્યાય–પ્રતિલેખનાદિ કાર્ય માટે, એ પ્રમાણે આઠે પ્રહરની વ્યવસ્થા પૂરી રીતે પાળવી; સમયને જરા પણ