SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પાડતાઃ પણ શૌર્યવંત પુરૂષ સંગ્રામને મોખરે રહીને કાઈથી પાછા હવે નહિ, તેમ ભગવંત મહાવીર એ ઉપસર્ગોથી પાછી નહિ હઠતાં તે બધાને સહન કરતા થકા વિચરતા. (૧૬૪ થી ૧૬૭.) सप्तम परिच्छेद. સાધુની દિનચર્યા. [ સંયમન નિર્વાહ કરવા માટે સાધુનાં નિત્ય-નૈમિત્તિક કાર્યોનું કથન ગ્રંથ કાર આ પરિચ્છેદમાં કરે છે. ] સાધનાં હિનકૃત્ય . ૨૬૮ .. शेषे जागरणं निशोऽन्त्यचरणे स्वाध्याय आवश्यकं । स्वाध्यायः प्रतिलेखनं च यमिनां यामे दिनस्यादिमे ॥ ध्यानं याममितं ततो मधुकरी यामे तृतीये पुनस्तुर्येऽपि प्रतिलेखनं च पठनं सायं दिनांवश्यकम् ॥ સાધુઓની દિનચર્યા. ભાવાર્થ-સાધુઓએ રાત્રિને છેલ્લે પ્રહર બાકી રહે, ત્યારે જાગવું અને તે વખતે સ્વાધ્યાય તથા રાત્રિનું આવશ્યક–પ્રતિક્રમણ કરવું; ત્યારપછી સહવારમાં દિવસના પહેલે પહોરે પ્રતિલેખન અને સ્વાધ્યાય કરવો, દિવસને બીજે પહોરે એક પ્રહર સુધી ધ્યાન ધરવું; ત્રીજે પ્રહ મધુકરીવૃત્તિથી ભિક્ષાહારાદિ શરીર કૃત્ય કરવું; ચોથે પ્રહરે પથારી વગેરેનું પ્રતિલેખન તથા સ્વાધ્યાય કૃત્ય કરવું અને સાંજે દિવસનું આવશ્યક પ્રતિક્રમણ કરવું. (૧૬૮) વિવેચન-સંયમને સાધનાર તે સાધક અથવા સાધુ અને બ્રહ્મને જાણનાર તે બ્રાહ્મણ. જેણે કર્મસંન્યાસ કરેલ છે તે સંન્યાસી. સંન્યા
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy