________________
૩૬૯
ક્ષુધા આદિ પરિષહે. ભાવાર્થ અને વિવેચન–પરિષહ એ તપને જ વિભાગ છે. માનસિક અભિગ્રહપૂર્વક કોઈ પ્રકારનું દેહદમન વેઠવું તે તપ છે અને એવા અભિગ્રહ વિના સંયોગવશાત દમન વેઠવું પડે અને તે વેઠી લેવું તે પરિષહ છે. પરંતુ પરિષહની એક વિશેષતા ભૂલવા જેવી નથી. એક કેદીને જેલમાં જુવારનો રોટલો નહિ ભાવવાથી સુધા વેઠવી પડે છે અને એક મુનિને વિશુદ્ધ આહાર નહિ પ્રાપ્ત થવાથી પણ ક્ષુધા વેઠવી પડે છે. સુંધા એ બાવીસ પરિષદમાં પ્રથમ પરિષહ છે. કેદી અને મુનિ એ બેઉને સુધાદિદ્વારા દેહદમન તે એકસરખું જ કરવું પડે છે, છતાં કેદીને પરિષહ નથી અને મુનિનો પરિષહ છે, કારણકે કેદી વિષાદ કે ગ્લાનિપૂર્વક ભૂખ વેઠે છે અને મુનિ સમતાભાવે સુધાને સહન કરી લે છે. કેદીને મન જે વેઠ છે તે મુનિને મન પરિષહ છે અને બેઉ વચ્ચેનો એ ભેદ બેઉની ચિત્તસ્થિતિને અવલંબીને જ રહે છે. આ રીતે સર્વ પ્રકારના પરિષહોના સંબંધમાં સમજી લેવું, કારણકે પરિષદની બાબતમાં દેહને તથા મનને વિધવિધ પ્રકારનાં કષ્ટ વેઠવા સિવાય બીજી વાત આવતી નથી. હવે આપણે અનુક્રમે વિધવિધ પ્રકારના પરિવહનું વિવરણ કરીશું.
(૧) સુધા–એષણા સમિતિનું પાલન કરીને આહાર પ્રાપ્ત કરવાનું સર્વદા સુલભ હોતું નથી અને તેથી કોઈ વાર અધૂરા આહાર મળે છે અને કોઈ વાર વિશુદ્ધ આહાર બીલકુલ પ્રાપ્ત થતો નથીઃ એવે સમયે સંયમી મુનિ દીન કે ગ્લાન થઈ ન જાય, પરંતુ સમતાપૂર્વક એમ સમજી લે કે આજે સહેજે તપ નીપજ્યું, અને એ રીતે સુધાને પરિષહ સહન કરી લે. આવે વખતે જે મુનિ મનથી ઈચ્છે કે પોતે અમુક માણસને કહીને આહાર તૈયાર કરાવે, કિંવા અન્યથા ઉદરભરણ માટેની વ્યવસ્થા કરે, તો એ પરિષહ વેઠી લેવા છતાં તેના આધ્યાત્મિક લાભને તે ગુમાવે છે. માવતઃ અર્થાત મનના પૂર્ણ ભાવપૂર્વક જ પરિવહને વેઠવાથી તે તપ રૂપે લાભદાયી બને છેઅન્યથા નહિ.
२५