________________
૩યા૭ દષ્ટિરાગ-મેહ બંધાય છે, અને તેથી ચારિત્ર્યમાં શિથિલતા આદિ દેશેઉત્પન્ન થવાનો સંભવ છે; માટે વિનાકારણે મુનિઓએ એક સ્થાને મર્યાદાથી અધિક નિવાસ ન કર. (૧૫૭)
વિવેચન–ડા સમયમાં એક સ્થાનને નિવાસ પણ ત્યાગીઓને પ્રસંગવશાત્ મમપાદક થઈ પડે છે અને તેમના સંયમમાં બાધા નીપજાવે છે, તો પછી ચિર સમયનો નિવાસ તેમને પતિત કરે તેમાં શું આશ્ચર્ય છે? જુદે જુદે સ્થળે ત્યાગી મહંત મંદિરમાં પિતાનો અણી જમાવી બેઠા છે અને અનેક પ્રકારના લોભ, લાલચ તથા વિકાસમાં ભરાઈ પડ્યા છે, સંન્યાસીએ પણ મઠાધિપતિઓ થઈને બેઠા છે અને યતિઓ ઉપાશ્રયોના માલિક થઈ બેઠા છે, તેનું ખરૂં કારણ જે જોઈએ તે તેમને એક સ્થાનને બંધાઈ ગએલે મેહ માત્ર છે, અને પછી એ મેહની આસપાસ પોતે જ રચેલા જાળામાં પોતે ફસાઈ પડ્યા હોય છે. મધ્ય કાળમાં ઉત્પન્ન થએલો ચિત્યવાસી સાધુઓને વર્ગ અને હાલને જતિવર્ગ મૂળે સંયમી જૈન સાધુવર્ગ હોવા છતાં આજે તે સંયમથી કેટલે દૂર જઈ બેઠે છે? આવી રાગની જાળમાં એક સંયમી સાધુ કે સંન્યાસી ન ફસાય તેટલા માટે એક જ સ્થાનમાં નિવાસ કરવા માટેની કાળમર્યાદા બાંધવી આવશ્યક છે અને તે આ લોકમાં બાંધી છે. ચાતુર્માસના ચાર મહિના એક સ્થાને રહેવું અને ગ્રીષ્મ તથા શિશિરમાં સ્થળે સ્થળે ફર્યા કરવું, પણ કોઈ સ્થાને એક માસ કરતાં વધુ સમય ન રહેવું એવું સૂચન અત્ર કરેલું છે, કારણકે એથી વધુ સમય એક સ્થળમાં રહેતાં લોકો સાથે દષ્ટિરાગ બંધાય છે અને ચારિત્ર્ય શિથિલ બનતું જાય છે. સંન્યાસીઓને અને જૈન મુનિઓને પણ તેમનાં પૃથફ પૃથફ શાસ્ત્રો ચાતુર્માસમાં એક જ સ્થાને રહેવાની આજ્ઞા કરે છે, કારણકે ચાતુર્માસ એ અનેક જીવ-જંતુઓની ઉત્પત્તિનો સમય હોવાથી તે ઋતુમાં કરવામાં આવતો. પ્રવાસ હિંસાનું કારણ થઈ પડે છે. અત્ર રામ -અર્થત-વિનાકારણે એ શબ્દપ્રયોગ કરે છે, તેનો હેતુ એ છે કે આ કાળમર્યાદાને ભંગ કાંઈ ઉચિત કે મહત્ત્વના કારણે થઈ શકે છે. બીમારીનું, બિમાર મુનિની સેવાનું, વૃદ્ધાવસ્થાનું, મહામારીનું, વિગ્રહનું કે એવું કાંઈ કારણ હોય, તે