________________
૫૩
કે માઠા શબ્દો કાને પડતા ન હાય, ચિત્તવૃત્તિ ચંચળ અને તેવાં દૃશ્યો નજરે આવતાં ન હેાય, એવી બધી માખતાને વિચાર કરીને મુનિએ જોવું કે આ સ્થાનમાં સંયમની સાધના સુષ્ઠુ પ્રકારે થઇ શકશે, તે જ તેમાં વસવા માટે માલેકની પરવાનાગી લેવી ઈષ્ટ છે. આવી રીતે જે માલેક કે રખેવાળની પરવાનગી લેવામાં આવી હેાય તેના ઘેરથી ભેાજ્યાદિક પદાર્થો ન લેવા જોઇએ, તેનું કારણ સ્પષ્ટ છે. જે ગૃહસ્થ સ્થાન આપે તે ગૃહસ્થ ને ભેાજનના પદાર્થો પણ આપે, તેા તેથી મુનિ એક જ ધરના મ્હેમાન તી જાય અને પરિણામે તેમાંથી રાગ કે મમતા ઉત્પન્ન થવાના સંભવ રહે; કદાચિત એ સ્થાનને માલિક મુનિની જરૂરીઆતાને અગાઉથી ખ્યાલ કરીને મુનિને માટે જ કાંઇ વસ્તુએ તૈયાર કરવાને અને તે મુનિને અર્પણ કરવાને લલચાય, પરન્તુ તેથી મુનિ દામ્ભાગી થાય; વળી સ્થાન આપનારને સ્થાનની સાથે ભાજનના પદાર્થો આપતાં મનથી પણ સ કાચ થાય અને અહારથી તેવા સકાચ તે ન દર્શાવી શકવાથી તેનું મન દુભાય; આવાં અનેક કારણેાથી મકાનના માલીકના ગૃહેથી ભાજનના પદાર્થોં ન ગ્રહણ કરવાની આજ્ઞા ઉચિત્ત છે. તેમાં વિનય ધર્મ અને ગેાચરીની અહિંસા રહેલાં છે. આવું નિર્દોષ સ્થાન વસતીમાં મળવું ઘણીવાર મુશ્કેલ થઈ પડે છે. જે ઘરમાં ગૃહસ્થા રહેતા હેાય તે ઘરમાં સ્ત્રીઓ, ચાકરે, પશુઓ વગેરે હાય, અને તેવા સ્થાનમાં સંયમને નિર્વાહ મુશ્કેલ થઈ પડે. આચારાગ સૂત્રમાં કહ્યું છે કે “ જે મકાનમાં ગૃહસ્થાના સમુદાયની વચ્ચે થઇને દાખલ થઇ શકાતું હેાય અને તેથી જવા-આવવામાં અગવડભરેલું હોય તેવું મકાન સાધુ કે સાધ્વીએ લેવુ' નહિ; જે મકાનમાં ઘરધણી કે ચાકરડીએ પરસ્પર લડતાં હાય, તથા તૈલાદિથી અભ્યંગ કરતાં હૈ!ય, નહાતાં હેાય અથવા નગ્ન થઈ રહેતાં હાય, તેવા મકાનમાં રહેવું નહિ; જે સ્થાન ચિત્રામણથી ભરપૂર હોય અને તેથી ધર્મ ધ્યાનને અનુકૂળ ન હોય તેવા સ્થાનમાં રહેવું નહિ. ” આવાં દૂષાથી રહિત વસતીની વચ્ચેનું સ્થાન કોઈ ગૃહસ્થનું મળવું મુશ્કેલ છે, એટલે કાઈ ગૃહસ્થે કિંવા ગૃહસ્થાના સમુદાયે ધક્રિયાને અર્થે કોઇ સ્થાન મનાવ્યું હાય, તે સ્થાન ત્યાગી-મુનિના નિવાસ માટે નિર્દોષ હોવાને વધુ સંભવ છે. વસ્તુતઃ આવું સ્થાન કે જે ઉપાશ્રય કહેવાય છે તે ગૃહસ્થાની ધર્મ
૨૩