________________
૩૪૯
यस्खादिग्रहणविधिः । १५३ ॥ वस्त्रादिग्रहणैषणाऽपि बहुशो रोत्याऽनया शोभना। नैतेषामपि सञ्चयः समुचितः कालादिमानाधिकः ॥ स्त्रीपुंसादिनिवाससङ्गरहितं स्थानं मुनीनां वरं । ग्रामे वा विपिने सुखासनकृते शोध्य समित्या सता॥
વસ્ત્રાદિક લેવાને વિધિ. ભાવાર્થ–ભિક્ષુને વસ્ત્રાદિની જરૂર પડે ત્યારે પણ ઘણે ભાગે ઉપર બતાવેલ રીત પ્રમાણે જ ગૃહસ્થો પાસેથી અનેષણય દોષથી રહિત એષણા સમિતિપૂર્વક જરૂર પૂરતાં જ વસ્ત્રો લેવાં; મર્યાદાથી અધિક વસ્ત્રો લઈ તેનો સંચય ન કરવો. ભિક્ષને રહેવાનું સ્થાન ગૃહસ્થના નિવાસ અને સંગથી રહિત હોય તે સારૂં; તેવું સ્થાન ગામમાં કે વનમાં સુખે સ્વાધ્યાય, ધ્યાનાદિ થઈ શકે તેટલા માટે એષણ સમિતિની દૃષ્ટિથી મુનિએ. શોધી લેવું. (૧૫૩)
વિવેચન–જેવી રીતે મુનિએ આહાર એષણીય-વિશુદ્ધ લે ઘટે, તથા તેને સંગ્રહ ન કરવો ઘટે, તેવી જ રીતે તેણે વચ્ચે પણ વિશુદ્ધ લેવાં જોઈએ અને તેને સંગ્રહ ન કરવો જોઈએ, એ કથન આ શ્લોકના. પૂર્વાર્ધમાં કરેલું છે. પૂર્વે મુનિને માત્ર ત્રણ વસ્ત્ર જ લેવાનું–રાખવાનું સૂચન આવી ગયું છે; આ વસ્ત્રો પણ એષણીય હોવાં જોઈએ અને એષણીયતાનું સૂચન આચારાંગ સૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં કહ્યું છે કે સાધુ અથવા સાધ્વીએ જે કપડાં ગૃહસ્થ સાધુને માટે ખરીદી લાવેલાં, યા ધોઈ રાખેલાં, યા રંગી તૈયાર કરેલાં, યા સાફ કરેલાં, યા સુધારેલાં, યા સુગંધિત કરેલાં હોય તે વસ્ત્ર તે જ માણસ પાસેથી લેવાં નહિ; આ ઉપરાંત સુંવાળાં, મૂલ્યવાન, ચામડાનાં, જરી-કસબનાં, અને એવાં એવાં કપડાંને અનેષણય કહ્યાં છે. જોઈએ તે કરતાં વધુ વસ્ત્ર લેવાં કિવા અષણીય અને મૂલ્યવાન વસ્ત્રો લેવાં તે પરિગ્રહના દ્વારની સાંકળ ઉઘાડવા