________________
૩૪૭
આ વડાંમાંથી ગુરૂ મને અર્ધી ભાગ આપ્યા વિના રહેવાના નથી, એટલે મારા ભાગમાં ૪ વડાં આવશે, તે હું અત્યારે જ ખાઇ લઉં તે શુંખોટું? એમ વિચારી તેણે તેમાંનાં ૪ વડાં મામાં જ ખાઇ લીધાં અને બાકીનાં ચાર રહેવા દીધાં. વળી આગળ વધતાં પુનઃ તેને એવા જ વિચાર થયા કે ૪ માંનાં ૨ પેાતાને ગુરૂ જરૂર આપશે, એમ વિચારી તેણે તેમાંનાં ૨ વડાં ખાધાં, પુનઃ એવા જ વિચાર આવતાં તેમાંનું ૧ ખાધું, અને ઉપાશ્રયે પહેાંચતાં ખાકી એક વડું રહ્યું. ગુરૂએ આહારની સામગ્રી જોતાં જ મુનિને પૂછ્યું : “ હે મુનિ ! તમને આ એક જ વડું કયા શ્રાવકે વહેારાવ્યું? મુનિ ભદ્રિક સ્વભાવના હતા, એટલે તેમણે ૧૬ વડાંની અને પોતે કરેલી ગણત્રી તથા મનથી પાડેલા સમવિભાગની વાત ગુરૂને કહી. ગુરૂએ તેને આહારના સમવિભાગ પાડવાના અને ગુરૂને આહારની બધી સામગ્રી ખતાવવાના હેતુ સમજાવ્યેા, ત્યારે એ સરલ સ્વભાવના મુનિને પોતાને દોષ સમજાયે! અને તેણે પ્રાયશ્ચિત્ત લઇ અવિનય માટે ગુરૂની ક્ષમા યાચી.(૧૫૧)
[ પૂર્વે અપરિગ્રહની પ્રતિજ્ઞા વિષે કહેવામાં આવ્યું છે કે મુનિએ સંગ્રાહક વૃત્તિ પણ છેાડવી જોઈએ; હવે અહી' આહારાદિના સંગ્રહદ્વારા પરિગ્રહ ન સેવાય તેટલા માટે ગ્રંથકાર કથે છે. ]
आहाराद्यसङ्ग्रहः । १५२ ।।
यावन्मात्रमपेक्षते मधुकरीवृत्त्या हि तावन्मितं । ग्राह्यं नैकग्रहाऽटनेन गृहिणां न स्याद्यथा न्यूनता ॥ रात्री नाशनसङ्ग्रहः समुचितः क्रोशद्वयाद्वाऽपरमानीतं न च युज्यते सुयमिनां यामत्रयाऽतीतकम् ॥
આહારાદિના સંગ્રહ ન કરવા,
ભાવા —ભિક્ષુઓને એક વખત માટે આહારાદિ જોઈતાં હાય તેટલાં અનેક ઘરે ફરીને મધુકરી વૃત્તિથી થેાડાં થાડાં લેવાં, કે જેથી ગૃહસ્થાને સંકેાચ ભાગવવા પડે નિહ કે ફરીથી રાંધવું પડે નહિ.દિવસે લાવેલી.