________________
પરિગ્રહ જે તે ઉત્તરોત્તર વધારવા લાગે તે તેને સંયમને છેલ્લી સલામ જ કરવી પડે! વળી જ્યારે તે ખોરાકની વસ્તુઓ ખરીદીને ખોરાક તૈયાર કરવા-કરાવવા લાગે છે, ત્યારે તેને અનેક પ્રકારના આરંભ કરવા પડે છે. અને તે મહાવ્રતની દષ્ટિપૂર્વક અહિંસાનું પાલન કરી શકતો નથી. આ બે મોટા દોષો ઉત્પન્ન થવા ન દેતાં દેહને ખોરાક આપવાનું માત્ર એક જ સાધન મિક્ષોત્તમવિધા છે. મને પણ સંન્યાસીઓને એવી જ આજ્ઞા કરે છે કે –
__ अनग्निरनिकेत: स्याद ग्राममन्नार्थमाश्रयेत् ।
અર્થાત–સંન્યાસીએ અગ્નિરહિત રહેવું અર્થાત રાંધવું–રધાવવું નહિ, ગૃહરહિત રહેવું અને માત્ર અન્ન માટે જ વસતિનો આશ્રય લે; અને માત્ર પુરું મિલં–એક સમય ભિક્ષા માંગીને ભોજન કરવું. પરંતુ સંયમીની “ભિક્ષા” એ સામાન્ય “ભીખ” નથી. તે ભિક્ષા શુદ્ધ હોવી જોઇએદેષથી રહિત હોવી જોઈએ અને તે જ “એષણ સમિતિ –વિશુદ્ધતાની તપાસ માટેના નિયમો છે. આ નિયમનો જૈન દૃષ્ટિએ શાસ્ત્રકારે કેવા ફરમાવ્યા છે તે આગળ ઉપર કહેવામાં આવશે. (૧૪૭)
[ ભિક્ષા દ્વારા દેહનિવાહ કરવાની આવશ્યકતાનું પ્રતિપાદન કર્યા પછી ગ્રંથકાર શિક્ષાવિધિનું કથન કરે છે અને તે દ્વારા સમિતિના નિયમોનું સક્ષેપે સૂચન કરે છે.]
મિક્ષffષા ૨૪. II. भिक्षार्थ गृहिणां गृहे सुविधिना द्वाभ्यां मुनिभ्यां सदा। गन्तव्यं गुरुसम्मतौ दिनकरे सत्येव योग्येक्षणे॥ ग्राह्य प्रासुकमेषणीयमशनं पानीयमेतद्विधं । साध्वर्थ विहितं न तद्यदि भवेन्नाप्यन्यदोषाश्रितम् ॥
ભિક્ષા લેવાને વિધિ. ભાવાર્થ–સૂર્યોદય પછી દિવસના ભાગમાં, યોગ્ય સમયે, ગુરૂ આદિ હોય તો તેમની સંમતિ લઈને બે ભિક્ષુઓએ સાથે મળી વિધિપૂર્વક