________________
૩ર૭
વિવેચન–સત્ય બોલવું અને સમિતિપૂર્વક બોલવું એ બેઉ પૃથફ પૃથફ છે. સત્ય બોલેલું વચન સમિતિયુક્ત હોય પણ ખરું અને ન પણ હોય. જે સત્ય એ હિતવચન અને મિતવચન ન હોય તે તે સમિતિયુક્ત વચન ન લેખાય. આ કારણથી આ લોકમાં ગ્રંથકારે ભાષાના–વાણુના પ્રકારે સમજાવ્યા છે. યથાતથ અને સત્ય વચન તે સત્ય ભાષા, સત્યથી વિપરીત તે અસત્ય ભાષા, સત્ય અને અસત્યથી મિશ્રિત કિંવા સત્યાભાસી અસત્ય ભાષા તે મિશ્ર ભાષા અને સત્યને વ્યાવહારિકતાનું આવરણ ચડાવીને પણ કોઇનું અકલ્યાણ નહિ કરવાના કે સ્વાર્થ નહિ સાધવાના હેતુથી બેલેલી ભાષા તે વ્યવહાર ભાષા. આમાંની અસત્ય ભાષા અને મિશ્ર ભાષા તે મુનિ બોલી શકતો જ નથી, કારણકે પૂર્વે જણાવેલું છે તેમ એવી ભાષા બોલવાથી તે પિતાના બીજા મહાવ્રતો અથવા સત્ય પ્રતિજ્ઞાને ભંગ કરે છે. ભાષાસમિતિને હેતુ હરકોઈ સત્ય વચનને પણ અમુક નિયમને અને મર્યાદાઓથી યુક્ત રીતિથી બોલવાનો છે. આ કારણથી “મિચ્છા” અને “મિશ્રા ” અર્થાત અસત્ય અને સત્યાભાસી અસત્ય ભાષા ત્યજીને સત્ય અને વ્યવહાર ભાષા બોલવી એ જ ત્યાગી–સંન્યાસીનો ધર્મ ગ્રંથકાર દર્શાવે છે. આ સત્ય ભાષા અને વ્યવહાર ભાષા પણ આવશ્યકતા હોય તો જ બોલવી જોઈએ અને સમિતિથી યુક્ત બોલવી જોઈએ; પરંતુ જે આવશ્યકતા ન હોય તે સત્ય પણ ન બોલતાં મૌન જાળવવું જોઈએ, કારણકે “મૌન ” અથવા “મુનિત્વ”
એ તે એક મુનિનો પરમ અલંકાર છે અને તેથી તેને ત્યાગ, દીક્ષા, સંન્યસ્ત કે ફકીરી શોભે છે. અલ્પભાષીપણું કિંવા મૌન એ મનુષ્યની તેજેવૃદ્ધિ કરે છે, તેથી ઉલટું વાચાળતા તેના તેજનું હરણ કરે છે, આ કારણથી જ યોગસિદ્ધિના સાધકો વર્ષો સુધી મૌન સેવે છે અને તેમનું મૌન યોગસિદ્ધિનું તેમજ દીર્ધાયુષ્યનું કારણ બને છે. પ્રસંગવશાત મૌન જાળવવાથી કષ્ટ વેઠવાને પણ પ્રસંગ આવે છે, પરંતુ ત્યાગી એ કષ્ટ વેઠી લેવાને તત્પર બને છે છતાં સમિતિહીન શબ્દોચ્ચાર કરતો નથી.
દૃષ્ટાન્ત–એક સંન્યાસી એક સુતારને ત્યાં પિતાના પાત્રને કાણું