________________
૩૧
પણ તેમાં સમાઈ જાય છે, પરંતુ તેથી વિશેષ સંયમીને ધર્મ તે પ્રથમની ત્રણ પંક્તિઓમાં દર્શાવે છે. ગમનને સંયત અને નિયમિત કરવું તેનો પરમ હેતુ તે જેમ બને તેમ ગમનકાર્યને જ નિયમિત–મર્યાદિત કરવાનું છે, અને ન છૂટકે ગમન કરવું પડે તે જ યતનાપૂર્વક ગાડાની ધૂંસરી જેટલી (આશરે ચાર હાથ) ભૂમિ પર આગળ દષ્ટિ કરતાં ચાલવું એમ કહેવાનો આશય છે. આહાર, ઉપદેશદાન, એક ગામથી બીજે ગામ વિહાર ઇત્યાદિ કારણે જ ગમન કરવું, અર્થાત આલંબનપૂર્વક ગમન કરવું અન્યથા સ્વસ્થાનમાં જ પોતાના યોગસાધનમાં જ મન-વચન અને કાયાના પાપમાંથી ગુપ્તિ કરીને વસવું એ જ ઈર્ષા સમિતિની યથાર્થ પરિપાલના કરવા બરાબર છે. ગુમિપૂર્વક સમિતિનું પાલન જે કરવામાં આવે તે જ સમિતિના પાલનને હેતુ સિદ્ધ થાય છે અને જે અવિધિગમનના દોષો કહેવામાં આવ્યા છે તે થતા અટકે છે. મનમાં જે પાપને ગોપવવાની વૃત્તિ રમમાણુ થઈ રહી હોય તે પગે ચાલતાં કોઈ પણ જીવ કચડાઈ જવાની અથવા તે પિતાનું કે પરાયું માથું ફોડવાની ચિંતા રહે છે અને તેથી સ્વાભાવિક રીતે યતના પૂર્વક ઉપયોગપૂર્વક ગમન થાય છે. વેદ ધર્મનુયાયી સંન્યાસીઓને તેમના ધર્મનું ભાન કરાવતાં મન જે કહે છે કે દૃષ્ટિપૂતં ચા -અર્થાતદષ્ટિથી પવિત્ર થએલું અર્થાત આંખે જોઈને નિર્દોષ માલૂમ પડે તેવું જ પગલું જમીન ઉપર ભરવું, તે પણ ત્યાગી–મુનિને ઉચિત આવી ઈર્યા સમિતિની સાધનાના જ હેતુપુર:સર. આ હેતુપૂર્વક જ તે આગળ જતાં
हे छ :-संरक्षणार्थ जन्तूनां रात्रावहनि वा सदा । शरीरस्यात्यये चैव समीक्ष्य વસુધાં વત્ છે અર્થાત–શરીરને પીડા થતી હોય તે પણ જતુઓના રક્ષણ માટે રાત્રે તથા દિવસે સારી રીતે જોઈને પૃથ્વી ઉપર ચાલવું.
દષ્ટાન્ત–વરદત્ત નામના એક સાધુ હતા. એક વાર તે નગરની બહાર કાંઈ કાર્ય માટે જતા હતા, એટલામાં તેમણે જોયું કે પિતાની સામેનો માર્ગ માખી જેટલી લાખો દેડકીઓથી ભરાઈ ગએલો છે અને એક ડગલું પણ ભરવાની જગ્યા નથી. સાધુ ઊભા રહીને હવે શું કરવું તેને વિચાર કરવા લાગ્યા. એવામાં પાછળથી રાજાનો મદેન્મત્ત હાથી