________________
થવાનું નથી કારણકે અમારૂ મન તેથી અલિપ્ત છેઃ આ માન્યતા અને કથનની કસેાટી ત્યારે થાય છે કે જ્યારે સાધુ કે સંન્યાસીની દીક્ષા લઇને ગૃહને તથા ગૃહીનાં ઉપકરણા તથા સુવિલાસાના ત્યાગ કરવા પડે છે. જો ભાવસંયમ કિવા જળકમળવત્ નિર્લેપ દશા સિદ્ધ થઈ હાતી નથી, તા દીક્ષિતાવસ્થામાં એક પણ સાધનની ઉણપ કિવા એકાદ વસ્તુની ત્રુટી તેનાથા વેઠી શકાતી નથી. આ કારણથી દીક્ષિતાવસ્થામાં જે સુખસાધનાને અને આભૂષણાદિ ત્યાગ કરવાનું વિધાન જૈન તેમ જ જૈનેતર ધર્મોમાં પ્રતિપાદન કરેલું છે તે માનસિક સંયમની પુષ્ટિને અર્થે છે. એટલું ખરૂં છે કે માનસિક સંયમ કિંવા વૈરાગ્ય વિનાના ત્યાગ કિંવા દીક્ષા અરહિત છે. એ માત્ર બાહ્ય ત્યાગ લેખાય છે અને માનસિક ત્યાગ સિવાયના ખાદ્ય ત્યાગ એક પ્રકારના દંભ છે. પરંતુ ખાદ્ય ત્યાગની ઉપયેાગિતા. માનસિક ત્યાગની પુષ્ટિ અર્થે હાઈ જે સંસારને ત્યાગ વૈરાગ્યપૂર્વક કરે તેણે સૌંસારનાં ઉપકરણા છેાડીને ત્યાગનાં જ ઉપકરણેા ધારણ કરવાં જોઇએ એવું કહેવાને ગ્રંથકારના આશય છે. રસ્તે, આભૂષણૢા, અલંકાર, છત્ર– ચામરાદિ રાજવિભૂષણા, અંજન~મજનાદિ શરીરસુખનાં સાધનેા ઇત્યાદિ સવના ત્યાગ કરીને સદ્ગુરૂના ચરણકમળની રજ માત્ર વિનયપૂર્વક મસ્તકે ચડાવવી તેને જ ત્યાગનું વિભૂષણ માની લેવું એ ત્યાગીને પરમ ધર્મ છે. જૈન ધર્માંમાં ત્યાગી–મુનિના જેવા ધર્મો કહ્યા છે, તેને અનુસરતા જ ધર્મો અને આચરણેા વેદ ધર્મના શાસ્ત્રગ્રંથામાં પણ કહેલા છે.
आगारादभिनिष्क्रान्तः पावित्र्योपचितो मुनिः । समुपोढेषु कामेषु निरपेक्षः परिव्रजेत् ॥
कपालं वृक्षमूलानि कुचेलमसहायता । समता चैव सर्वस्मिन्नेतन्मुक्तस्य लक्षणम् ॥ અર્થાત્—ગૃહમાંથી બહાર નીકળીને, દંડ-કમંડલાદિ પવિત્ર વસ્તુઓ સાથે રાખીને, મૌન ધારણ કરીને, વિષયવાસનાને ત્યાગ કરી, નિરપેક્ષ સન્યાસ ધારણ કરવા. માટીનું પાત્ર, વૃક્ષનાં મૂળ નિકટ નિવાસ, જૂના વસ્ત્રની લંગાટી વગેરે ધારણ કરવું અને કાઇની સહાય વિના રહેવું, તથા સવ પ્રાણીઓને સમાન દૃષ્ટિથી જોવાં એ બધાં સન્યાસીનાં લક્ષણ છે.