________________
૨૮૯ -
રાપિનામriા ૨૨૭ | पुत्रादिस्वजनाः कथञ्चिदपि ते स्वार्थेन मोहेन वा । कुर्वन्ति प्रतिबन्धनं यदि यमे तन्न्यक्रिया नोचिता॥ तान् विज्ञाप्य मृदृपदेशवचनैः सन्तोष्य तन्मानसमाशीर्वादपुरःसरा नियमतो ग्राह्या तदाज्ञा त्वया ॥
માવામ: ૨૮ in नो शक्तो यदि गाढबन्धनवशो वेषं परावर्तितुं । स्थित्वाऽसौ निलयेऽपि पापविरतो वैराग्ययुक्तस्तदा। स्वाध्यायादिपरायणः कमलवनिर्लिप्तचित्तः सदा। संसेवेत हि भावसंयममलं मुक्त्वा ममत्वं हृदः ॥
સંબંધીઓની રજા ભાવાર્થી–શિષ્યને ગુરૂને વેગ મળે એટલે દીક્ષાનો અધિકાર પ્રાપ્ત થાય, છતાં દીક્ષા લીધા પહેલાં ઉમેદવારનાં સંસારનાં સંબંધી જનની રજા મેળવવી જોઈએ. કદાચ સ્ત્રી, પુત્ર, માબાપ વગેરે સંબંધી જનો સ્વાર્થ વશતાથી કે મોહને લીધે કોઈ પણ રીતે અટકાયત કરતા હોય, તે તે સંબંધીઓને ઉમેદવારે તિરસ્કાર કરવો ઉચિત નથી, કિંતુ કમળ ઉપદેશવચનેથી તેમને સમજાવી, તેમના મનને સંતોષ ઉપજાવી, તેમના આશીવદની સાથે દીક્ષાની મંજુરી તેમની પાસેથી મેળવવી જોઈએ. (૧૭)
આજ્ઞાને અભાવે ભાવસંયમ, વૈરાગ્ય હોય છતાં સંબંધીઓના ગાઢ બંધનને વશે કદાચ આજ્ઞા ન મળવાથી વેષ બદલાવીને દ્રવ્ય દીક્ષા ન ગ્રહણ કરી શકાય, તોપણ ઉમેદવારે નાસીપાસ ન થતાં ઘરમાં પણ વૈરાગ્યયુક્ત રહીને, પાપથી નિવૃત્ત થઈને, હમેશાં કમળની પેઠે ચિત્તને નિર્લેપ રાખીને સ્વાધ્યાય આદિ ધર્મ
૧૯