________________
ઉચે ચડવાની ઈચ્છા રાખનારે નિરાશ થવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ વધવું અને જેમ જેમ શક્તિ ખીલતી જાય, સ્થિતિ અનુકૂળ થતી જાય, તેમ તેમ નવી નવી પ્રતિજ્ઞાઓને અંગીકૃત કરવી એ જ ડહાપણનું કાર્ય છે. જૈન ધર્મમાં કહેલાં બાર વતમાં પહેલાં પાંચ અણુવ્રત અર્થાત નાનાં વ્રતો કહેલાં છે તે સચ્ચારિત્ર્યવાન થવાની જિજ્ઞાસુઓ માટે જ છે. ગ્રંથકારે એ પાંચ અણુવ્રત ગ્રહણ કરવા સૂચવ્યું છે અને તે સાથે આનંદ, નામના શ્રાવકે ગ્રહણ કરેલી રીતિને અનુસરવાનું કહ્યું છે.
દષ્ટાંત-વાણિજ્ય નામના નગરમાં આનંદ નામને ગાથાપતિ રહેતો. હતો. ખેતી અને વેપાર એ બેઉ તેના વ્યવસાયે હતા. તે અત્યંત ધનવાન તેમજ ઐશ્વર્યવાન હતા. તેની પાસે ૧૨ કરોડ સેનામહોરોના મૂલ્ય જેટલું દ્રવ્ય હતું. ૪ કરોડ સેનામહોરે તે જમીનમાં દાટી રાખત, ૪ કરોડ સોનામહોરે તે વેપારમાં રોકત અને ૪ કરોડ સોનામહોરેની તેની ઘરવખરી હતી. તેની પાસે ૪૦ હજાર ગાયો હતી. એક વાર મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળીને તેને વ્રત અંગીકાર કરવાની ઈચ્છા થઈ. મહાવીર સ્વામી પાસેથી તેણે વ્રત સંબંધી સંપૂર્ણ માહિતી મેળવી અને પછી તેણે વ્રત અંગીકાર કર્યો. આ વ્રત અંગીકાર કરતાં તેણે સર્વ પ્રકારનાં પાપનાં દ્વાર બંધ કર્યો નહિ, કારણકે તેની શક્તિ એટલે સુધી ખીલી નહોતી. દાખલા તરીકે તેણે સત્ય જ બોલવાની પ્રતિજ્ઞા લીધી, પરન્ત કેવી રીતે ? હું અસત્ય બોલું નહિ, કોઈની પાસે બોલાવું નહિ, અને તેમાં મન વચન તથા કાયાને પ્રવર્તાવું નહિ, પરંતુ કોઈ અસત્ય બેલે અને તે અસત્યને પિતાના મન કે વચનથી સારું માનવાનું સહાનુભૂતિ બતાવવાનું બની જાય એ સંભવ સંસાર–વ્યવહારને અંગે રહેલે હોઈને તેણે એ પ્રકારની પ્રતિજ્ઞા લીધી નહિ. એ દિશાએ પિતાની શક્તિ હજી કેળવવાની તેને જરૂર હતી, તેથી તેણે એટલી છૂટ રાખી. ધનની, ઢેર-ઢાંખરની, જમીન ઇત્યાદિની તેણે મર્યાદા બાંધી; પરન્તુ એ મર્યાદા પિતાની સ્થિતિ અને સંયોગોનો વિચાર કરીને જ બાંધી. તે સમજતો હતું કે આ મૃત્તિકારૂપ ધનના અંબાર કાંઈ આત્માની આસપાસ વીંટળાતાં પાપનાં જાળાં તોડી શકનાર