________________
ર૭૮
ગુરૂકૃપા, - ભાવાથ–અભ્યાસી ગમે તેટલો અભ્યાસ કરે પણ સદ્ગુરૂની કૃપા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી; કિન્તુ અમૃત સમાન સગુરૂની કૃપાથી તુરત વિદ્યાની સિદ્ધિ થાય છે. ગુરૂની આજ્ઞાને વશ રહી વર્તવાથી અને વિનયાદિ સગુણોથી ગુરૂની કૃપા મેળવી શકાય છે, માટે જિજ્ઞાસુએ શ્રેયને માટે સર્વસ્વ અર્પણ કરવા રૂપ પરમ ભક્તિથી હમેશાં સદ્ગુરૂની વિનયપૂર્વક સેવા કરીને તેમની કૃપા મેળવવી જોઈએ. (૧૨) - વિવેચન—આ શ્લોકમાં ગુરૂની કૃપાનો મહિમા ગાવામાં આવ્યો. છે. વિદ્યાની સિદ્ધિ ગ્રંથ વાંચવાથી કે નેત્રો વડે જગતનું નિરીક્ષણ કરતા ફરવાથી થતી નથી; પરન્તુ વાચન, મનન,નિરીક્ષણ આદિ વડે જે સ્વાનુભવસિદ્ધ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેમાં ગુરૂનું વિશિષ્ટાનુભૂત જ્ઞાન ભળે ત્યારે જ પ્રગતિ ત્વરાથી થવા લાગે છે. આ કારણથી મુમુક્ષને માટે ગુરૂની આવશ્યકતા રહેલી છે. મી. ઇ. ટી. સ્ટડ ગુરૂ અને ચેલા સંબંધે લખે છે કે–“ગુરૂ પિતાના જ્ઞાન તથા અનુભવને આધારે વર્તે છે અને ચેલો પિતાના જ્ઞાન તથા અનુભવને આધારે વર્તે છે. એમ વખત જાય છે અને જેમ જેમ ચેલો. ગુરૂના ગુણો તથા સવર્તનમાં ઉંડે ઉતરતો જાય છે તેમ તેમ ગુરૂ પ્રત્યેનો તેને પ્રેમ તથા માન વધતાં જાય છે. ચેલાને જે કાંઈ મુશ્કેલીઓ માલૂમ પડે તેનું વિદારણુ ગુરૂ યોગ્ય સૂચનાઓ વડે કરે છે. આ રીતે ગુરૂમાં પ્રેમભક્તિ જાગૃત થતાં ગુરૂની કૃપા આપોઆપ પ્રકટ થાય છે, અને જે ગુરૂકૃપા પ્રાપ્ત કરવી હોય તે ચેલાએ ગુરૂ પ્રત્યે પ્રેમભક્તિ ધરાવવાં જોઈએ, બલકે સંપૂર્ણ સ્વાર્પણ કરી દેવું જોઈએ. એમ કર્યા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી. અત્ર કોઈ શંકા કરે કે-ગુરૂકૃપા પ્રાપ્ત કરવી એ સારી વાત છે, પરંતુ જગતમાં બધાએ ગુરૂ કાંઈ શિષ્યનું કલ્યાણ કરી નાંખે તેવા હોતા નથી. અને કહે છે તેમ–“ધન હરે ધખો ના હરે, એ ગુરૂ શું કલ્યાણ જ કરે?” એવા ગુરૂએ પણ હોય છે, તેમની પ્રત્યે ભક્તિ, સ્વાર્પણ, સેવા, વિનય એ શા કામનાં? આ શંકાના સમાધાન માટે ગ્રંથકારે “કહેવાતા ગુરૂને સ્વીકાર ન કરતાં ગુરુ શબ્દનો પ્રયોગ કરેલ છે. જે “સદ્ગુરૂ”