SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૮ ત્યાં કોઈ નહોતું. પાંથશાળા બળી ગઈ અને પ્રભાત થયું. પ્રભાતમાં લેકે આવ્યા અને બાવાને દુર્દશામાં જતાં તેની શુશ્રુષા કરવા લાગ્યા, તે વખતે બાવાએ કહ્યું: “ભાઈઓ ! મને જરા પણ દર્દ થતું નથી, માટે મારી સેવા કરવાની જરૂર નથી, પરંતુ જેઓ પોતાની આસપાસના જગતને દેખી શકતા ન હોય તેમની દૃષ્ટિની સેવા કરે.” એટલું કહેતાં જ તેણે પ્રાણ છોડ્યા ! આ બનાવમાં સર્વ પ્રકારનાં મનુષ્યો મળી આવે છે. પોતાને જ દેહથી વધારે દૂર દૃષ્ટિ નહિ કરનાર વૃદ્ધ વણિક, પિતાના કુટુંબને જ પોતાનું માનનાર જુવાન વણિકવધૂ, પિતાના કુટુંબ ઉપરાંત પોતાના ગામના કે ઓળખાણવાળા ઉપર મમત્વ રાખનાર જુવાન વણિક, પિતાના દેશબંધુએની જ સેવા કરવાની જિજ્ઞાસાવાળો બ્રાહ્મણ અને છેલ્લે પરદેશી પઠાણ જ નહિ પણ વાંદરે, બકરે અને પોપટના જાન બચાવવા માટે પિતાને પ્રાણ કાઢી આપનાર બા, એ બધાંમાં અધમાધમથી માંડીને સર્વોત્તમ સુધીના પાંચે શ્રેણીઓનાં મનુષ્યોની દષ્ટિને આપણને અનુભવ થાય છે. (૧૧૬) [ પૂર્વે જણાવવામાં આવ્યું કે અમનતુ માય સર્વ પ્રથે મવતિ એ દૃષ્ટિને ગ્રંથકાર નિ ગ્લૅકમાં વિસ્તારથી સમજાવે છે.] - चैतन्यदृष्टया जगन्निरीक्षणम् । ११७ ॥ हत्वा मोहबलं विहाय ममतामात्म्ये निबद्धां कुले। पश्य स्वं निखिलं जगठिततया चैतन्यदृष्टया सदा ॥ सादृश्यादखिलात्मनां विषमतालेशो न भासेत ते। रागद्वेषनिशातनं सहजतो रीत्याऽनया सम्भवेत् ॥ આત્મદષ્ટિએ જગતનું નિરીક્ષણ ભાવાર્થહે મુમુક્ષો ! મેહનીય કર્મના બળને પરાસ્ત કરી, પિતાના જ કુટુંબમાં બાંધેલી મમતાનો ઉચ્છેદ કરીને આ આખા જગતને વિશાળ ચિતન્યદષ્ટિથી તું હમેશાં જોયા કર. ચૈતન્યદૃષ્ટિથી જોતાં જગતના અખિલ આત્માઓનું ચિતન્ય એકસરખું હોવાને લીધે આ ઉચ્ચ અને આ નીચ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy