________________
૨૬૪
पुत्राद्यं मनुजोऽधमो निजकुलं ग्रामं पुनर्मध्यमः॥ सोऽयं मानव उत्तमो जनपदं नैजात्मवन् मन्यते । यो विश्वं निखिलं विशालहृदयः सर्वोत्तमोऽसौ नरः॥
સર્વોત્તમ વિશ્વપ્રેમી. ભાવાર્થ–આ જડ દેહનેસ્થૂળ શરીરને જ પોતાનું કરી માને તે આ જગતમાં અધમાધમ મનુષ્ય ગણાય; જે પુત્ર-પુત્રી આદિ પિતાના કુટુંબને જ પોતાનાં કરી માને તે અધમ મનુષ્ય કહેવાય; જે પોતાના ગામનાં મનુષ્યોને પોતાનાં કરી માને અને તેનાં સુખદુઃખમાં ભાગ લે તે ઉત્તમ મનુષ્ય અંકાય; અને જે આખા જગતનાં પ્રાણીઓને પિતાના સમાન ગણે તે વિશાળ હૃદયનો મનુષ્ય આ જગતમાં સર્વોત્તમ-ઉત્તમોત્તમ ગણાય છે. (૧૧૬ )
વિવેચન—જેવી રીતે ભતૃહરિએ gaહુક્કા પરાર્થઘટના સ્વારિચર્ચ જે એ લેકમાં સ્વાર્થ–પરાર્થની દૃષ્ટિથી મનુષ્યના ચાર પ્રકાર પાડી બતાવ્યા છે, તેવી રીતે આ લેકમાં ગ્રંથકારે પ્રેમના વર્તુળની વિશાળતાની કલ્પના કરીને ઉત્તરોત્તર પાંચ પ્રકારે યોજ્યા છે. આધિભૌતિક સુખવાદ અને આધ્યાત્મિક સુખવાદની જૂદી જૂદી શાખાઓનું સંમેલન કરવાથી પણ આપણને આ પ્રકારે પાંચ પ્રકારના મનુષ્યો આ જગતમાં સાંપડશે ઃ ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ. કહેવાની જરૂર છે કે જેવી રીતે કોઈ માણસ પિતાના દેહપૂરતા સ્વાર્થમાં જ સર્વ વસ્તુની સમાપ્તિ માને છે, કોઈ પોતાના અને પિતાના કુટુંબના સ્વાર્થમાં જ આખા જગતનું કલ્યાણ પૂરું થએલું સમજે છે, કોઈ પિતાનાં ન્યાત, સમાજ કે ગામના હિતસુધી દષ્ટિ લંબાવીને જ બેસી રહે છે, આગળ કશું વિચારવાનું નથી એવું માને છે, કોઈ એ દષ્ટિને પિતાના દેશ સુધી દોડાવે છે અને કોઈ સમગ્ર વિશ્વ સુધી દેડાવે છે. તેવી રીતે પ્રતિપાદન કરનારા કેટલાક પ્રાચીન વિદ્વાનો પણ હતા અને તેઓ પોતાના જૂદા મત અને પંથ સુદ્ધાં ચલાવી