________________
પરમ લક્ષણ છે. “જે દેશ તેવો વેશ” એવું કહેવત તો કોઈ સ્વાર્થ સાધુઓએ પાડયું છે કે જેઓ ચેન ન કઢાળ પરદેશમાં પિતાને સ્વાર્થ સાધી લેવાની ઈચ્છાથી વિચરતા હોય છે. જેના દિલમાં પિતાની જન્મભૂમિ માટેનું પ્રશસ્ત અભિમાન રહેલું હોય છે તે પોતાના દેશના આચારો કે પિતાની સંસ્કૃતિને પિષક વિચારોને કદાપિ ત્યાગ કરતું નથી. જે પરદેશમાં જઈને કિંવા સ્વદેશમાં જ રહીને સ્વદેશીયતાને દેશવટો આપે છે તેને ગ્રંથકાર ટેકારોશરોધમઃ પુરુષો ધર્માધિારાટ્યુતઃ એટલે દેશદ્રોહી, અધમ અને ધર્માધિકારથી ભ્રષ્ટ માને છે તે યથાર્થ જ છે. શ્રીયુત કાલેલકર કહે છે તેમ “સ્વદેશી ધર્મ એ પતિવ્રતાધર્મ જેવો છે. પતિવ્રતા સ્ત્રી જેમ ગમે તે સ્થિતિ વચ્ચે પણ પતિની જ સેવા કરશે અને પતિ તરફથી જ સુખ મેળવવાની અપેક્ષા રાખશે; તેવી જ રીતે સ્વદેશીનો ઉપાસક પણુ ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે સુદ્ધાં સ્વધર્મને જ વળગી રહેશે; સ્વભાષાની જ મારફત પિતે કેળવણી લેશે અને પોતાની આસપાસનાંઓને આપશે; સ્વજનના ઉત્કર્ષમાં જ પિતાનો ઉત્કર્ષ માનશે; પિતાના રાષ્ટ્રની સરકૃતિમાંથી જ પોતાને મોક્ષમાર્ગ શોધી કાઢશે; પિતાના જ સમાજને વળગેલા દોષ ધોવા અહોરાત્ર મથશે; અને એવી “ સ્વકર્મરૂપી અભ્યર્ચના” દ્વારા જ તે વિશ્વની અને વિશ્વભરની ભક્તિ કરશે.” જેમ પતિવ્રતાધર્મને નહિ પાળનારી સ્ત્રી પતિત કે કુલટા લેખાય છે તેમ સ્વદેશીયતાનો ધર્માચાર નહિ, પાળનાર કિંવા તદનુરૂપ વિચારોને નહિ ધારણ કરનાર દેશદ્રોહી, અધમ અને ધર્માધિકારભ્રષ્ટ મનાય એ સ્વભાવિક જ છે.
શંકા-કેટલીક વાર કોઈ ધંધા કે કાર્ય નિમિત્તે મનુષ્ય એવા પ્રદેશમાં જઈ ચડે છે કે જ્યાં તેને પિતાના દેશને વેશ, અન્યાચાર, ખાન-પાનાદિમાં ફેરફાર સ્વીકારવો પડે છે તે શું અનિષ્ટ છે?
સમાધાન–ઈગ્લાંડ જેવા ઠંડા પ્રદેશમાં જવાથી ગરમ કપડાં પહેરવાં પડે કિવા કાશ્મીર જેવા દેશમાં શિયાળામ્રાં જવાથી ચામડાનાં કપડાં પહેરવાં પડે એ આપદ્ધર્મ છે અને અનિવાર્ય છે, પરંતુ સાચા દેશાભિમાની પુરૂષ એવો વેશ પિતાની જાતીયતાને છુપાવવાને પહેરતા નથી. ઈંગ્લાંડમાં