________________
રત્નમાં વિષને હરનાર મણિ અને ચિંતામણિનું સર્વોચ્ચ સ્થાન ધર્મનું છે કે જે રત્ન વિષરૂપ વ્યાધિઓનું શમન કરીને ચિંતિત સુખની પ્રાપ્તિ કરાવે છે. પશુઓમાં કામદુગ્ધા ગાયનું સર્વોપરિ સ્થાન ધર્મનું છે કે જે ગાય મનુષ્યની ઈચ્છામાં આવે તે સમયે અમૃત જેવું દૂધ આપે છે. ઔષધિઓમાં સંજીવની ઔષધિ જેવો ધર્મ છે કે જે ઔષધિની માત્રા મૃત્યુ સમીપવર્તી જીવને પુનઃ જીવતો કરવાનો અદ્ભુત ગુણ ધરાવે છે. પાત્રોમાં કામઘટનું સ્થાન ધર્મનું છે. કામધટમાં હાથ નાંખીને બહાર કાઢતાં જેવી રીતે ઈષ્ટ વસ્તુ જ હાથ આવે છે તે જ પ્રમાણે ધર્મ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. એ જ પ્રમાણે લતાઓમાં ધર્મને કલ્પલતાનું સ્થાન તથા વિદ્યાકળાની ખાણનું સ્થાન આપવામાં આવ્યું છે તે પણ ઉચિત છે. ધર્મનું આવું માહાસ્ય જરા પણ અતિશયેક્તિભરેલું નથી. શ્રીમાન દેવેંદ્રસૂરિએ પણ કહ્યું છે –
जह चिंतामणिरयणं सुलह नहु होइ तुच्छविहवाणं । गुणविहववज्जियाणं जियाण तह धम्मरयणंपि ॥
અર્થાત–જેમ ધનહીન જનેને ચિન્તામણિરત્ન મળવું સુલભ નથી, તેમ ગુણરૂપી ધન કરીને રહિત જીવોને ધર્મરત્ન પણ મળી શકતું નથી શ્રી દશવિકાલિક સૂત્રમાં કહ્યું છે કે –
धम्मो मंगलमुक्कि, अहिंसा संजमो तवो । देवावि तं नमसंति जस्स धम्मे सयामणो ॥
અર્થાત્ –ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તરૂપી ધર્મને સેવનારાઓને દેવો પણ નમસ્કાર કરે છે. ધર્મનું આવું ઉત્કૃષ્ટ મંગલરૂપ, ઉત્કૃષ્ટ વૃક્ષ રૂપ કે ઉત્કૃષ્ટ રત્નરૂપ પદ છે તે શા માટે છે ? કારણકે તેનું સેવન કરનારને ધર્મ અનેકવિધ મીઠાં ફળની પ્રાપ્તિ કરાવે છે. પૂર્વે જણાવ્યું છે તેમ જે વડે મનુષ્યને અભ્યદય થાય તથા આત્મકલ્યાણ થાય તે ધર્મ કહેવાય છે. “ધર્મને ધાત્વનુસારી અર્થ કરીએ તે–
दुर्गतिप्रसृतान् जंतून् यस्माद्धारयते ततः । धत्ते चेतान् शुभस्थाने तस्माद्धर्म इति स्मृतः॥* * ધર્મરત્ન પ્રકરણું.