________________
૧૮
અનિષ્ટ કરે તેવા માણસને નાયક
નાકેાના પાસેથી નાયકપણું બનાવવાથી પણ એક પ્રકારે
વાને ઘેાડું પણ ખીજાનું છિનવી લઈ ખીજા લાયક સમાજની સેવા બજાવાય છે. (૧૦૧)
વિવેચન—જેવી રીતે એક લશ્કરને સેનાપતિની, ટાળાને નાયકની, રાજ્યને રાજાની અને સ્ટીમરને કેપ્ટનની જરૂર હેાય છે, તેવી રીતે જ્ઞાતિને એક નાયકની જરૂર હોય છે. આ નાયકને જ્ઞાતિને પટેલ કે શેર કહેવામાં આવે છે. પૂર્વે કાઈ પણ દેશમાં રાજા એક આવશ્યક વ્યક્તિ જ લેખાતી અને રાજા વિના કાઇ પણ દેશનું રાજ્ય ચાલી શકે નહિ એમ મનાતું, પરન્તુ આજે રાજા વિના અનેક દેશેશનાં રાજ્યેા સુવ્યવસ્થિત રીતે ચાલે છે. છેલ્લી યુરેાપીય લડાઈમાં જ કેટલાક દેશેાના રાજાએ પદભ્રષ્ટ થઈ ગયા છે અને ત્યાં પ્રજાસત્તાક રાજ્યેા સ્થપાયાં છે. પ્રજાએ ચુંટેલા પ્રતિનિધિઓની સંસ્થા કે જેને સામાન્ય રીતે ‘ પાર્લામેન્ટ 'તે નામે ઓળખવામાં આવે છે એ સંસ્થા દેશને વહીવટ ચલાવે છે અને એ સંસ્થાના સભ્યાએ જ એક સર્વેૉંપરિ પ્રમુખ ચુટત્યો હેાય છે જે આખા દેશને વડે લેખાય છે. આ પ્રમાણે કુલ–ક્રમાગત રાજપદવી દૂર થઈને ચુંટણીને ધેારણે દેશના સર્વોપરિ પ્રમુખા ચુટાવાનેા ક્રમ ચાલુ થયા છે અને આ ક્રમ એક વ્યતિનિયંત્રિત રાજ્ય કરતાં વધારે સારા લેખાયા છેઃ આ પ્રમાણે સર્વોપરિ રાજા ગયા અને અનેક વ્યક્તિઓની સર્વોપરિ રાજસભા બની. એ જ રીતે જ્ઞાતિમાં એક સર્વોપરિ પટેલની પદવી હવે લોકપ્રિય રહી નથી. જે કારણથી રાજાનું રાજત્વ અપ્રિય બન્યું છે, એ જ કારણથી જ્ઞાતિના પટેલની પટેલાઈ પણ અળખામણી બની છે. રાજા પેાતાની ફરજો ચૂકવા લાગ્યા અને જુલ્મી થયા એટલે તેને પ્રજાએ દૂર ફેંકી દીધા, એ જ રીતે અન્યાયી અને જુલ્મી પટેલેાની સત્તા પણ હવે જ્ઞાતિમાંથી એછી થઈ ગઈ છે. વંશપર પરાથી રાજાને પુત્ર રાજા જ અને અને પટેલનેા પુત્ર પટેલ અને એ રીવાજના આ ગેરલાભા છે. આ કારણથી જેવી રીતે પ્રજાસત્તાક રાજ્યને પ્રમુખ પ્રજામતથી યેાગ્યતાનુસારે ચુટાય છે, તેવી રીતે જ્ઞાતિના પટેલ વંશપરંપરાથી નહિ પણ યાગ્યતાને અનુસરીને ચુંટાવા જોઇએ. પ્રજાને પુત્રવત્ પાળનારા રાજા