________________
૨૦૮
વેપાર કરીશ અને તેના તે ભાગમાંથી તેનું પાષણ કરીશ તથા કન્યાદાન ઇશ. કદાચિત્ વેપારમાંથી કન્યાદાન માટે બેઇતું દ્રવ્ય ઉપલબ્ધ નહિ થાય તેા મારી પુત્રીના કન્યાદાન માટે જે દ્રવ્ય હું ખર્ચી શકીશ, તેમાંનું અ તારી પુત્રી માટે અને અર્ધું મારી પુત્રી માટે ખર્ચીને ચલાવીશ.” શૂરસિંહ ઘણા જ ગરીખ રજપૂત હતા, છતાં થોડી વાર વિચાર કરીને તે ખેલ્યા
66
મિત્ર ! હું ગરીબ તો છું, પરન્તુ એક પ્રસંગે મેં રાજાજીની અનન્ય સેવા કરેલી તે બદલ રાજાજી મને ઇનામ આપવાના છે; એ ઇનામમાં હું રાજાજી પાસેથી તારા પુત્રના ભણતર તથા નિર્વાહની વ્યવસ્થા જ માંગી લઇશ, માટે તું નિશ્ચંત થા. આવું આશ્વાસન મળતાં સે!મશમાં શાન્તિથી મરણ પામ્યા અને મિત્રાએ એ રીતે એ વૃદ્ધ વિપ્રની સાચી સેવા બજાવી. (૯૨) [હવે સમાધિમરણની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવે છે.] वृद्धानां समाधिमरणसम्पादनम् | ९३ ॥
यद्येषां मरणं विभाति निकटे दुःसाध्य रोगोद्भवात्प्रत्याख्यानसमाधिभावजननैराराधनां कारयेत् ॥ चित्तं शान्तिपरायणं भगवतो ध्याने निमग्नं भवेत्स्यादेषां हि यथा समाधिमरणं यत्नं विदध्यात्तथा ॥ છેલ્લી અવસ્થામાં સમાધિ રહે તેમ કરવું,
ભાવા—જો અસાધ્ય રોગ ઉત્પન્ન થવાથી વૃદ્ધોની આખર અવસ્થા નજીક આવેલી જણાતી હાય, તે તેમને પાપનાં તમામ કાર્યોનાં પચ્ચખાણ કરાવવાં, ખરાખર સમાધિભાવ રહે તેવી રીતે ધર્મની આરાધના કરાવવી, તેમનું ચિત્ત મંદવાડમાં પણ શાંત રહી ભગવાનનું ધ્યાન કરવામાં એકરસ થઇ જાય અને મૃત્યુ આવે તે પણ હાય વાય ન કરતાં તે સમાધિમરણે મરે તેવા પ્રયત્ન કરવા. (૯૩) વિવેચન—સમાધિ એટલે શું ? ચિત્તવૃત્તિની વિષમતાને ત્યાગ અને સમતાની સ્થાપના એટલે સમાધિ. આ સમાધિને સિદ્ધ કરવા માટે
ܕܕ