SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ __ देव गुरुधर्मलक्षणम् ॥५॥ देवः कर्मचतुष्टयक्षयकरः सद्धर्मसंस्थापको। रागद्वेषविघातकस्त्रिजगतां चेतश्चमत्कारकः ॥ निर्ग्रन्थः समदृग् महाव्रतधरश्चित्तैकनिष्ठो गुरु-- धर्मः क्षान्तिदयादिसद्गुणमयो रत्नत्रयद्योतकः ॥ દેવગુરૂધર્મનાં લક્ષણે. ભાવાર્થ-જે રાગદ્વેષને સર્વથા ક્ષય કરીને, જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મોને નાશ કરીને, સદ્ધર્મનું સ્થાપન કરે અને આત્માના અલૈકિક પ્રભાવથી ત્રણ જગતના પ્રાણીઓના ચિત્તને ચમત્કાર ઉપજાવે તેવા અદ્ભુત સામર્થ્યવાળાને સત્ય દેવ, ચિત્તની એક નિષ્ઠા રાખનાર, સમદષ્ટિવાળા, મહાવ્રતા ધારણ કરનાર નિગ્રન્થને સદ્ગુરૂ અને સમ્યજ્ઞાન, સમ્યગ દર્શન તથા સમ્યફ ચારિત્રરૂપ ત્રણ રત્નને પ્રકાશ આપનાર ક્ષમા, દયા, આદિ સદ્ગુણસમૂહને સત્ય ધર્મ કહેવામાં આવે છે. (૫) વિવેચન–આ કોકમાં ગ્રંથકારે દેવ, ગુરૂ અને ધર્મરૂપ ત્રણ તત્વોનું નિરૂપણ કરી બતાવ્યું છે. “ધર્મ” એ મનુષ્યને ઈહલોકમાંથી તારીને મુક્તિનું પરમ સુખ અપાવનાર છે અને તેથી જ “ધર્મ” એ મનુષ્યનો હમેશનો સખા’ મિત્ર મનાય છે. કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીયારણ્યકમાં કહ્યું છે – धर्मो विश्वस्य जगतः प्रतिष्ठा । लोके धर्मिष्ठं प्रजा उपसर्पन्ति । धर्मेण पापमपનુતિ ધર્મ સર્વ કૃત્તિષ્ઠિતં તમાદ્ધર્મ પરમ વત્તિ અર્થાત-ધર્મ જગતના સર્વ પ્રાણીઓને આશ્રયરૂપ છે, જગતમાં લોકો ધર્મ શું અને અધમ શું તે જાણવા માટે ધર્મિષ્ઠ મનુષ્યો પાસે જ જાય છે, ધર્મથી પાપ ટળે છે અને ધર્મમાં સર્વ કાંઈ રહ્યું છે, માટે જ ધર્મને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ધર્મ આવી અલૈકિક વસ્તુ છે અને પ્રત્યેક મનુષ્ય તે ધારણ કરવો જોઈએ પરંતુ પ્રહણ કરવાને ધર્મ તે સત્ય ઘર્મ અથવા સુધર્મ છે
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy