________________
કીર્તિ સાથે મરણ પામ્યો છે. રશિયાની પ્રજા આજે લેનીનની કબરને અત્યંત માનની દૃષ્ટિથી જુએ છે. (૮૨) [ હવે મજૂર વર્ગની સેવાનું સેવાઓને સૂચન કરવામાં આવે છે. ]
સેવા ૮રૂ येऽनादृत्य शरीरसंस्कृतिविधि यन्त्रालयादिस्थले। कार्य कर्मकराः श्रमेण महता कुर्वन्ति रात्रिन्दिवम्। तेषां स्यात् स्वकुटुम्बपोषणमलं तावद्भुति दापयनात्यन्ताक्रमणं श्रमाधिकतया रक्ष्यास्तथा तेऽखिलाः॥
મજૂરની સેવા. ભાવાર્થ...જે મજૂરે મીલ-જન જેવા કારખાનામાં શરીરની પણ દરકાર ન કરતાં રાત દિવસ જીવને જોખમે પણ ઘણા પરિશ્રમ લઈ કામ બજાવે છે, તેમના પિતાના કુટુંબનું બરાબર પોષણ થાય તેટલી રોજી ન મળતી હોય તો તેમને અપાવવી જોઈએ અને હદ ઉપરાંત શરીરને ધકકો લાગે તેટલો શ્રમ કરવો પડતો હોય તો તેનાથી પણ તેમનું રક્ષણ કરવું જોઈએ. (૮૩)
વિવેચન—હિંદુસ્તાનમાં યંત્રકળાનો વિશેષ પ્રચાર થતાં મજૂરોનો પ્રવાહ ગામડાંઓમાંથી નીકળીને શહેરનાં કારખાના તરફ આકર્ષવા લાગ્યો છે. આજના મજૂરો પહેલાં ગામડાંના ખેડૂતો અને ખેતરમાં કામ કરનારા મજૂરે હતા, અને ત્યાં તેઓ સખ્ત મજૂરી કરતા, પરનું તે મજૂરી એચ્છિક હતી અને ખુલ્લી હવા તથા અજવાળામાં તેમને કામ કરવાનું હતું. એથી તેમનાં શરીર અને મન તંદુરસ્ત રહેતાં.. આજે કારખાનામાં કામ કરારા મજૂરોનાં જીવન પરવશ તથા યંત્રવત્ બની જવા પામ્યાં છે. * તેઓને રે દસ કલાક કારખાનાંમાં ગોંધાઈ રહેવું પડે છે. ' કારખાનાંઓમાં મોટે ભાગે છૂટથી હરવા-ફરવાની સંકડાશ હેય છે અને