________________
૧૮૬ સેવા છે. આ પ્રકારે નિરૂઘમી બનીને ખરાબ થએલા જુગારીઓ, સટેરીયા અને જાદૂઈ પ્રયોગોઠારા ધનપ્રાપ્તિ કરવા ઈચ્છનારાની દુઃસ્થિતિનાં પુષ્કળ દષ્ટાંત આ જગતમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે. (૮૦) [ નિરૂધમી મનુષ્યોને માટે ઉત્તમ મદદ કઈ? તે વિષે હવે ગ્રંથકાર કહે છે.]
निरुद्यमानामुद्यमपदारोपणम् । ८१॥ येषां नास्ति सदुद्यमो न च धनं निर्वाहयोग्यं गृहे। याचन्ते गृहिणोऽपि ते विधिहता दातुः सकाशे धनम्॥ नेभ्यो देहि धनं यतः पुनरपि स्यात्तादृशी तदशा। किन्तद्योगपरायणाश्च कुरु तान् यन्निवहेयुः स्वयम् ॥
નિરૂદ્યમીઓને ઉદ્યમે લગાડવા. ભાવાર્થ તથા વિવેચન—જેના ઘરમાં નિર્વાહ પૂરતું ધન નથી તેમ કઈ સારે ઉદ્યમ પણ નથી, તેવા માણસે કુટુંબી હોવા છતાં દુર્દેવને વશે કઈ વખત દાતારની પાસે ધનની ભીખ માંગવા નીકળે છે; આવી સ્થિતિમાં દાતાર જે ધન આપે તો તેથી તેના થોડા સંકટનું નિવારણ થાય છે પણ તે લાંબા વખતનું નહીં. તે નિરૂદ્યમી માણસ મળેલ મદદ થોડા જ વખતમાં બેઠા બેઠા ખાઇ જાય છે એટલે પાછી એની એ દશા આવે છે, માટે એવા માણસોને પૈસાની મદદ આપવા કરતાં ઉદ્યમપરાયણ બનાવવા જોઈએ કે જેથી તે ઉદ્યમ કરીને પિતાની મેળે નિર્વાહ કરી લે. ધનની ભિક્ષા આપવા કરતાં કામની ભિક્ષા આપવાથી ગરીબ મનુષ્યનું કેટલું હિત થાય છે, તે પૂર્વે જણાવવામાં આવ્યું છે. અન્નદાનને એક ઉત્તમ પ્રકારનું દાન લેખવામાં આવેલું છે પરંતુ વિવેકબુદ્ધિપૂર્વક એ દાન, આપવામાં આવવું જોઈએ. જેઓ અન્નપ્રાપ્તિ માટે ધન કમાવાને અશકત હોય તેમને અન્નદાન આપવું એ ઠીક છે, કારણકે જો તેઓને અન્ન ન મળે તો તેઓ ભૂખે મરવાનો સંભવ છે, પરંતુ જેઓની શરીરશક્તિ ધન કમાવા જેવી હોય છે તેમને અન્નદાન વડે પોષવા એ તો આળસ અને