________________
૧e જે ઈદિ સારી હોય છે તે દ્વારા કામ કરવાનું તેમને શિખવવામાં આવે છે. દાખલા તરીકે આંધળાએ પિતાની ખાસ લિપિથી વાંચતાં લખતાં, વાદિત્ર બજાવતાં અને ગાતાં શીખે છે; બહેરા મૂગાં સીવણ કામ, શિલ્પકામ, ભરવા–ગુંથવાનું કામ, ચિત્રકામ વગેરે શીખે છે; પાંગળા હાથથી નાના સાંચાઓ ચલાવીને અને હૂંઠાઓ પગથી તેવા સાંચા ચલાવીને કામ કરે છે અને એ રીતે ગુજરાન પેદા કરે છે. આવાં અપંગેને આળસુ બેસાડી રાખીને તેમને ખાવા આપવા કરતાં તેમને કામ કરતાં શીખવીને તેમને ગુજરાન કમાતાં શીખવવું એ વધારે હિતાવહ છે, કારણકે કામ મનુષ્યને જીવનનો આનંદ આપે છે અને સુસ્તી એ મનુષ્યના જીવનને નીરસ-શુષ્ક બનાવે છે. વળી સુસ્ત મનુષ્ય દિવસે દિવસે જડ બનતા જાય છે, તેથી ઉલટું કામ કરીને નિર્વાહ ચલાવતા મનુષ્યોનાં મન શરીર પ્રફુલ્લિત રહે છે. આ કારણથી ગ્રંથકારે માત્ર એકાંત દયાથી તેવાં અપંગેનું પિષણ કરવાની હિમાયત નહિ કરતાં તેમને જનસમાજને ઉપયોગી બનાવવા માટે જુદી જુદી વિદ્યાકળા શિખવનાર વિદ્યાલયો સ્થાપવાની યથોચિત હિમાયત કરી છે. અપંગોની સેવા ધનવાનો આશ્રમની સ્થાપના દ્વારા કરી શકે છે, તેમજ સામાન્ય મનુષ્ય એવી સંસ્થાએ ની વ્યવસ્થા વગેરે દ્વારા કરી શકે છે. હિંદમાં સ્થપાએલી આંધળાં, બહેરાં, મૂગાં, વગેરે માટેની કેટલીક શાળાઓ એવાં સ્ત્રી પુરૂષોને હસ્તે સ્થપાઈ છે કે જેઓ ધનવાન નહિ હોવાથી ધન આપી શક્યાં નથી, પરંતુ માત્ર જાતિસેવા જ અર્પી શક્યાં છે અને તેમની જાતિસેવા આગળ હજારો રૂપિયાના ઢગલા થવાથી તે સંસ્થાઓ આજે સારી રીતે ચાલી રહેલી છે. (૭૭) [હવે અપંગોની સેવાનું આધ્યામિક ફળ દર્શાવવામાં આવે છે.]
अपाङ्गसेवाफलम् । ७८॥ सम्पूर्णाऽवयवेन्द्रियाणि बहुला सम्पच्चिरं जीवनं । यच्चारोग्यसुखं बलं च विपुलं प्राप्तं त्वया साम्प्रतम् ॥ जानीहि त्वमपाङ्गिनां करुणया सेवा कृता या पुरा। तस्या एव फलानि तानि कुरु तत्तामेव पुण्यप्रदाम् ॥