________________
૧૭૬ શિક્ષણ દીધું અને આદરભાવનો લેપ કર્યો, તો પછી શિક્ષણ દીધું ન દીધા બરાબર છે.” (૭૩)
दशम परिच्छेद.
રોસેes कश्चिन्नास्त्युपचारको निजगृहे यस्याऽर्ति रोगोद्भवे। स्यावृद्धस्तरुणोऽपि वा स वृषलो वैश्यो द्विजःक्षत्रियः॥ मत्वा तं निजबान्धवं सुमनसा सेवा विधेया स्वयं । पथ्यान्नौषधदानमिष्टवचनाऽभ्यऽऽसनाऽभ्यन्नैः॥
રેગી જનની સેવા. ભાવાથ–જેના પોતાના ઘરમાં રેગ કે દુઃખના વખતમાં કોઈ , પણ સારવાર કરનાર ન હોય તે રોગી કે દુ:ખી માણસ ચાહે તો વૃદ્ધ હોય કે તરૂણ હોય, બ્રાહ્મણ હોય કે શક હેય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, ગમે તે હોય તો પણ તેને પોતાનો બંધુ ગણને ખરી લાગણીથી પોતાની જાતે પથ્ય ખોરાક અને યોગ્ય ઓસડ આપીને, રોગીને શાંતિ થાય તેવાં મીઠાં વચનો બોલીને, અમુક વખત તેની પાસે બેસીને કે તેલ વગેરેનું મર્દન કરીને રોગીની સેવા બજાવવી જોઈએ. (૭૪)
વિવેચનસેવાધર્મ અંગીકાર કરનારને માટે એક વિશેષ ક્ષેત્ર રોગી જનોની સેવા કરવાનું છે. આ જગતમાં અનેક પ્રકારનાં દુઃખ તથા જરૂરીઆતોવાળાં મનુષ્યો રહેલાં છે, તેમનાં દુઃખોનો નાશ કરવો અને તેમની જરૂરીઆતો તેમને સંપડાવી તેમનું હિત કરવું તે તેમની સેવા કરવા બરાબર જ છે. આ સેવા અત્યંત મૂલ્યવતી છે. કોઈ માનસિક વ્યાધિથી પીડાય છે, કોઈ શારીરિક વ્યાધિથી પીડાય છે, કોઈ ધનની જરૂરીઆતવાળા હોય છે, કોઈ વિદ્યાની જરૂરીઆતવાળા હોય છે, એવા મનુષ્યોના વ્યાધિનું