________________
૧૬૮
ભક્ષણ કરીને પરવાનગીપત્ર મેળવ્યું. ત્રીજે દરવાજે ઘત રમવાની માંગણી કરવામાં આવી, તે પણ જન્મભૂમિરૂપી સ્વર્ગમાં જવાને બ્રાહ્મણે સ્વીકારી! ચેાથે દરવાજે તો એક સુંદરી તેનો સત્કાર કરવા માટે તૈયાર જ ઊભી હતી. ન ચામિન સંસારે વચદશો રમ્યમવરમ્ આ સંસારમાં કમલનયના સ્ત્રીએથી બીજું કાંઈ વધારે સુંદર નથી અને એવી સ્ત્રીની પ્રાપ્તિ થાય તે જીવનની ધન્યતા છે એમ માની બ્રાહ્મણ મહારાજ એ વેશ્યાના સદનમાં ગયા. રાજા ત્યાં હાજર હતો અને તેણે પૂછ્યું: “ હે વિપ્ર ! કાશી જઇને જે વિદ્યા ભણી આવ્યે તે વિદ્યા છતાં તને મદ્ય, અને વેશ્યાસમાગમ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ, તો તું શીખી આવ્યા ? બ્રાહ્મણે કહ્યું કે મેં જે જે કર્મો કર્યા છે તેને માટે મારી પાસે શાસ્ત્રનો આધાર છે. રાજાએ કહ્યું કે તારા જેવાને શૂળીએ ચડાવવા એવા આધાર અમારા રાજ્યધર્મનાં શાસ્ત્રોમાં પણ છે.’’ એમ કહીને બ્રાહ્મણને ધ્યાથી રાજાએ શૂળીએ તો ન ચડાવ્યા પણ નગરની બહાર કાઢી મૂકયા. તાત્પર્ય એ છે કે જેધમશાસ્ત્રના શિક્ષણ છતાં ચારિત્ર્ય ઉપર સારી અસર થતી નથી તે શિક્ષણ આ બ્રાહ્મણના વિદ્યાજ્ઞાન પેઠે કેવળ નિષ્ફળ છે. (૭૧)
માંસ, શુ એ જ
[નીચેના શ્લેાકમાં શિક્ષણના પરીક્ષણની આવશ્યકતા દર્શાવેલી છે.] પરીક્ષોપાયને હર ॥
सप्ताहं प्रति मासमेकमथवाऽवश्यं परीक्षा सकृद् । ग्राह्या तत्र परीक्षकैर्नियमतः पृष्ट्वाऽर्थशुद्धयादिकम् ॥ बाला येऽत्र भवेयुरुन्नतऩयोत्तीर्णाः सदाऽऽगन्तुकास्तेषां देयमुपायनं समुचितं प्रोत्साहनार्थं पुनः ॥
॥
દ્યુત
પરીક્ષા તથા ઇનામ.
ભાવા તથા વિવેચન—અઠવાડીએ અઠવાડીએ કે મહીને મહીને એક વાર પરીક્ષકેાએ વિદ્યાર્થીઓની ધાર્મિક પરીક્ષા જરૂર લેવી જોઇએ તેમાં