________________
પદ
वस्त्राभूषणभूषिताऽपि महिला शीलेन हीना यथा ॥ विद्यन्ते सकलाः कला न सफला धर्मेण युक्ता न चेदीनारः किमु मुद्रयैव लभते मूल्यं सुवर्ण विना ॥
ધાર્મિક શિક્ષણથી વિદ્યાની સફલતા. ભાવાર્થ–વસ્ત્ર અને આભૂષણથી સજજ થએલી સ્ત્રી જેમ શીલ વિના શોભતી નથી તેમ ધાર્મિક શિક્ષણ વિનાની એકલી વ્યાવહારિક વિદ્યા બિલકુલ શોભતી નથી. ભલે બધી કળાઓ આવડતી હોય પણ એક ધર્મકળા ન આવડતી હોય તે તે કળાએ નિષ્ફળ છે. બેટી મહોર ઉપર એકલી છાપ હોય પણ તેમાં જે સુવર્ણ આદિ ધાતુ ન હોય તો છાપ માત્રથી કોણ તેની કિસ્મત આપશે ? (૬૭)
વિવેચન--વ્યાવહારિક વિદ્યા યુવાનોને આપવાનો હેતુ એકલો ઉદર ભરવાનો નથી. અમુક વિદ્યા કે કળા શીખીને એક છોકરા સંસારમાં દાખલ થતાં તે સારી પેઠે કમાઈ ખાશે એવા એકલા હેતુથી છોકરાઓને કેળવનારાં માબાપે જીવનનો સાચે અર્થ સમજતાં નથી એમ કહેવું જોઈએ. વસ્તુતઃ વિદ્યા ગ્રહણ કરીને વિદ્યાથી સંસારમાં સુખે નિર્વાહ કરી શકે એટલું જ નહિ પણ તેના ચારિત્ર્યનું સંગઠન થાય, તે એક આદર્શ નાગરિક બને, તે સમાજનાં સંકષ્ટોનું હરણ કરનારે થઇને પિતાનું આત્મહિત સાધે એ પણ વિદ્યા ઉપાર્જન કરવાનો હેતુ છે. જે ઉદરભરણ માટે જ વિદ્યા ગ્રહણ કરવાની હોત તે લોકો પરસેવો ઉતારીને કમાણી કરી પેટ ભરવા તરફ વળત નહિ, પરંતુ પારકું ઘર ફાડીને–ગેડી મહેનતે સુખેથી ઉદરનિર્વાહ કરવાની વિદ્યા જ પોતાનાં બાળકોને શિખવત; પરન્તુ ઉદરભરણ કરવા ઉપરાંત બીજા હેતુઓ પણ જીવનમાં સાધવાના છે એવું દુનિયાના મોટા ભાગ સમજે છે અને તેથી જ વિધવિધ વિદ્યા કળાઓ ઉપરાંત નીતિ, ચારિત્ર્યસંગઠન ઇત્યાદિ સધાય તેવી કેળવણીથી પોતાનાં બાળકને અલંકૃત કરવાનું