________________
तेषां दुःखनिवारणाय धनिकैः केनापि सङ्घन वा । स्थाप्यः शिक्षणधर्मसाधनयुतो विद्यार्थिनामाश्रमः ॥
વિદ્યાથીગૃહ, ભાવાર્થ-ગામડાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ લેવું હોય ત્યારે ગામડાંમાં તેવી શાળા ન હોવાને લીધે શહેરમાં જવું પડે છે. ત્યાં જે તેમને રહેવાને અને ખાવા-પીવાને વિદ્યાર્થીગૃહ–બોડીંગ જેવા સ્થાનની સગવડ ન હોય તો વિદ્યાર્થીઓની દુર્દશા થાય છે. તેમની અગવડ દૂર કરવાને એકાદ શ્રીમંતે કે સંધ યા સમાજે મળીને વિદ્યાર્થીઓને માટે શિક્ષણ તથા ધર્મના સાધન સહિત છાત્રાશ્રમ સ્થાપવું જોઈએ. (૬૪)
વિવેચન–આજકાલ ઉંચી કેળવણીની સંસ્થાઓ મોટાં નગરમાં હોય છે. નાનાં ગામેની થેલી વસતીની વચ્ચે એવી સંસ્થાઓ વધારે ખર્ચાળ થઈ પડે તે કારણથી મોટાં નગરોમાં તે હેય એ ઠીક છે, પરંતુ નાનાં ગામોના જે વિદ્યાર્થીઓને ઉચી કેળવણી લેવી હોય તેઓને મોટાં નગરોમાં આવવામાં કેટલીક મુશ્કેલીઓ રહેલી હોય છે. તેઓ ગામડાંના મર્યાદિત વાતાવરણમાંથી નીકળીને નગરના વિસ્તૃત વાતાવરણમાં આવે છે, અને સારી-માઠી લાલચેની વચ્ચે મુકાય છે. રહેવા ખાવા, અભ્યાસ કરવા વગેરેની સગવડ તેમને કરી લેવી પડે છે અને એવી મુશ્કેલીઓની વચ્ચે તેઓ અભ્યાસ કરતા હોવાથી કેટલીક વાર નાસીપાસ થાય છે અથવાતો આડે માર્ગે ચડી જાય છે. એટલા માટે વિદ્યાર્થીઓની જરૂરીઆત પૂરી પાડવા તેમજ તેમને મેગ્ય દેખરેખ હેઠળ રાખી સદાચારી કરવા માટે વિદ્યાર્થીગૃહ જેવી સંસ્થાઓ મોટાં નગરમાં હોવી જોઈએ કે જ્યાં વિદ્યાર્થીઓ રહી શકે, ભજન કરી શકે અને અભ્યાસ કરી શકે. હાલમાં મેટી મેટી શાળાઓ અને કેલેજોની સાથે એવાં વિદ્યાર્થીગૃહો ઘણે ભાગે જેડવામાં આવેલાં હોય છે પરતું જિજ્ઞાસુ સર્વ વિદ્યાર્થીઓને તેમાં સ્થાન મળતું નથી ત્યારે એક કરતાં વધારે વિદ્યાર્થીગૃહોની આવશ્યકતા સમજાય છે. આ શ્લોકમાં ગ્રંથકારે વિદ્યાર્થીગૃહની એક વિશેષતાની પણ જરૂરીઆત