________________
૧૪૬
બ્રાહ્મણ વિદ્યાદિ ભણી શકે છે, તેવી રીતે શુદ્રને પણ વિદ્યા ભણવાને અધિકાર છે. બ્રાહ્મણના ધર્મગ્રંથે આ સંબંધે બહુ સાંકડી દૃષ્ટિ દર્શાવે છે. જેઓ જન્મથી શૂદ્ર છે તેઓ મરણ સુધી શુદ્ધ જ રહે છે અને તેઓને વેદમંત્રોના શ્રવણનો અધિકાર નથી! વસ્તુતઃ જન્મના નાચતે રાત્ર: સંરદ્ધિ કરે એટલે કે જન્મથી તે દરેક મનુષ્ય શુદ્ર જ જન્મે છે અને સંસ્કારથી દ્વિજ બને છે; પરંતુ જન્મથી જેઓ શુદ્ર જાતિમાં જન્મ્યા છે, તેમને તો કોઈ પણ રીતે ઉચે ચડવાને અધિકાર જ નથી–સિવાય કે જન્માતર: એવું કથન કરીને શકોની સંસ્કૃતિનો માર્ગ બહુ કુંઠિત કરી નાંખવામાં આવેલું જણાય છે. જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે ધર્મોના ધર્મગ્રંથોમાં એવું સંકુચિત વિધાન નથી. એક ચાંડાલ પણ સંસ્કૃતિ પામીને બ્રહ્મને જાણવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે એવું તેઓ કહે છે; પરંતુ આપણા દેશમાં બ્રાહ્મણ ધર્મના સિદ્ધાજો વ્યવહારમાં વધારે પ્રચલિત થઈ ગયા છે, કોની–પતિત વર્ગોની અંત્યજેની વધારે અવગણના એ વ્યવહારથી થતી લાગે છે અને તે જ કારણથી બીજા કોઈ વર્ગોને નહિ પણ શકોને કેળવવાની જ ખાસ ભલામણ કરવાની ગ્રંથકારને જરૂર સમજાઈ છે. શોને કેળવવા માટેનું ક્ષેત્ર ધનાડ્યો તથા વિદ્વાનોની સમીપે આવી રહેલું છે તે તરફ ગ્રંથકારે અંગુલિનિર્દેશ એટલા માટે જ કર્યો છે કે આપણું સમાજમાં શક્રોનું પણ એક મહત્ત્વનું સ્થાન છે અને એ વર્ગ જે અણકેળવાએલ રહે, તથા દેશના બીજા વર્ગો કેળવાયેલા બને તે દેશને પક્ષાઘાતનું અર્ધગવાયુનું દર્દ લાગુ પડે, એટલે કે તેના એક અંગમાં આગળ વધવાનું ચિતન્ય પ્રાપ્ત થાય અને બીજા અંગમાં એવું ચૈતન્ય ન હોવાથી તે પાછળ પડતું રહે; એવી દુઃખદ-વિષમ સ્થિતિમાં દેશની સર્વતેગામી પ્રગતિ કેવી રીતે થઈ શકે ? શોમાંએ અંત્યજે તો સર્વથી વધારે હણાયેલા રહ્યા છે, અને તેઓ અસ્પૃશ્ય હોવાથી કેવળ અભણ દશામાં છે. કેટલાક સ્વાથી જનો માને છે કે અત્યજોને ભણાવવામાં આવશે તે લેકેનો કચરો વાળનાર કે એવી હલકા પ્રકારની સેવા ઉઠાવનાર કોણ રહેશે ? શિક્ષ
થી-કેળવણથી કઈ મનુષ્યનું હિત થતું હોય છતાં તે હિત માત્ર પિતાના સ્વાર્થની ખાતર થતું અટકાવવું તે અધમાધમ સ્વાર્થલંપટતા કહેવાય. એવી