________________
૧૪૪
અને તે વપરાઈ ગયા પછી દાન ગ્રહણ કરનાર પાછા પહેલાંના જેવી જ દુ:સ્થિતિમાં આવી પડે છે; પરન્તુ વિદ્યાના સબંધમાં તેમ ખનતું નથી. તે તે व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् । જેમ જેમ વિદ્યાને વ્યય કરવામાં આવે છે, તેમ તેમ વિદ્યા વધતી જાય છે-એછી થતી જતી નથી, અને તેથી સર્વ પ્રકારનાં ધનમાં પણ વિદ્યાધન પ્રથમ પંકિતનું મનાય છે. એવા વિદ્યાધનનું દાન મનુષ્યના જીવનને સુધારનારૂં થાય છે, અને જે દાનથી મનુષ્ય જેવા ઉચ્ચ પ્રાણીનું જીવન સુધરે તે દાન સર્વોપરિ કેમ ન કહેવાય ? મેટાં નગરોમાં વિદ્યા ગ્રહણ કરવાનાં શાળારૂપી સાધતા હોય છે, પરન્તુ નાનાં ગામેામાં તેવાં સાધના હતાં નથી, લોકેા વિદ્યાના પૂરા લાભા પણ સમજતા નથી અને માત્ર ઉદરભરણને વ્યવસાય કરવા. તેમાં જ જીંદગીનું સા કય હાય તેમ સમજીને તેવા વ્યવસાયમાં જ જીવન પૂરૂં કરે છે. આવા પછાત અવસ્થામાં રહેલા લોકેાન વિદ્યાના લાભા સમજાવીને તેમને વિદ્યાદાન આપવું કે અપાવવું એ પરમ ઉપકારનું કાર્ય છે. આપણા દેશને માટે તે। વિદ્યાદાનનું કાર્ય અત્યંત આવશ્યક છે, કારણકે જયારે જાપાનમાં છ વર્ષની ઉમ્મર ઉપરાંતની વસતીને સેકડે ૯૫ ટકાં ભાગ વાંચી શકે છે, ત્યારે આપણા હિંદુસ્તાનમાં સેકડે ૯૫ ટકા ભાગ અભણ હ।ઈને વાંચી શકતા નથી ! જગતની પ્રજામાં જાપાન પ્રથમ પંક્તિમાં આવ્યું છે તેનું કારણ તેની કેળવણી છે અને હિંદ પછાત લેખાય છે તેનું કારણ તેનું અભપણું છે. સમસ્ત હિંદના અભણુપણાનું આટલું ભયાનક પ્રમાણ હિંદનાં ગામડાંની કેવળ અભણ દશા છે અને તેથી ગ્રામ્ય પ્રજાનેજ ભણાવવાના તેને વિદ્યાદાન આપવાના યત્ન કરવામાં આવવા જોઇએ. કાઈ પોતાની મેળે મફત શિક્ષણ આપીને, કાષ્ટ શાળાના ખર્ચ નિભાવવામાં ધનની સહાય આપીને અને કાઇ માત્ર વિદ્યાર્થીઓને ઉત્તેજન આપીને આ સેવા ઉત્તમ પ્રકારે ખજાવી શકે. (૧)
[હવે શૂદ્ર-પતિત લોકોને કેળવણી આપવાની આવશ્યક્તા દર્શાવવામાંઆવે છે.] ચશિક્ષળમૂ | દૂર शूद्राणामपि शिक्षणेन चरितं शुद्धं भवेन्नैतिकं ।