________________
૧૨૪ ઉપર દોડી ગઈ. લોકો એકઠા થઈ ગયા. કાલીના માથામાંથી લોહી નીકળતું હતું તેનું લોકોએ કારણ પૂછયું તે કાલીએ જણાવ્યું કેઃ “ તમે જેને શાંત સમજે છે, તે અમારાં બાઈસાહેબનું આ દુષ્ટ કૃત્ય છે.” આ ઉપરથી તે સાધ્વી દેખાતી સ્ત્રી ખરી સાવી નથી પણ ભારે કર છે, એમ માની લેકે તેની નિંદા કરવા લાગ્યાં. એ પ્રમાણે વિદેહિકાના મગજની તુલા વિષમ બનતાં કાલીની તુલા અને જનસમાજની તુલા પણ નિંદા આદિથી પાપ તરફ પતિત થવા લાગી. ભગવાન બુદ્ધ કહે છે કે“હે ભિક્ષુઓ ! જ્યાંસુધી કડવા શબ્દ સાંભળવાનો પ્રસંગ આવે નહિ, ત્યાંસુધી ઘણા શાન્ત દેખાય છે, પણ જ્યારે કડવા શબ્દનો પ્રહાર થાય છે ત્યારે માણસ ખરેખર શાંત છે કે નહિ તે જાણવાની તક મળે છે.” (૫૧) [ માયશ્યનું એક અંગ સહિષ્ણુતા છે. તે વિષે હવે કહેવામાં આવે છે.]
gિણુતા . ૧૨ .. सेवायां जनतोपकारकरणे धर्मस्य संचारणे । सत्यात्कृष्टसहिष्णुता मनसि तेऽवश्यं सदाऽपेक्षिता ॥ हन्युस्वां प्रतिपक्षिणस्तदपि नो कोपोविषादोऽथवा । नश्येन्नापि च धैर्यमल्पमपि चेत्ते कार्यसिद्धिस्तदा ॥
સહનશીલતા, ભાવાથી દેશની સેવા કરવી હોય, સમાજને ઉપકાર કરવો હોય કે ધર્મને સંચાર કર હોય તે ખરેખર ઊંચા પ્રકારની સહનશીલતા તારા મનમાં અવશ્ય રાખવી જોઈએ. તે એટલે સુધી કે કદાચ તારા પ્રતિપક્ષીઓ લાકડીથી તને મારે તો પણ કેધ કે ખેદ ન થવો જોઈએ તેમ જ ધીરજ જરી પણ ગુમાવવી ન જોઈએ. જે તેમ બની શકશે તો તે લીધેલા કાર્યની સિદ્ધિ થઈ શકશે. (પર)