________________
૧૨૨
वैषम्येण पतेत्स्वयं गुणगणाद्दूरेऽन्यमुक्तेः कथा ॥
માધ્યસ્થ્ય અથવા ઉપેક્ષા ભાવના,
ભાવા—જગતને પાપમાંથી છેડાવવાની જો તારી મનેાભાવના હાય તે! તે ભાવનાની સિદ્ઘિમાટે હમેશ મધ્યસ્થ ભાવનાના અભ્યાસ કરવાની જરૂર છે, કારણકે મધ્યસ્થપણા વિના મનની સમાન તુલા વિષમપણું પામે છે. વિષમપણું આવ્યું એટલે પોતે જ ગુણસમૂહથી પતન પામશે તે પછી બીજાને છેડાવવાની વાત જ કયાં રહી ? (૫૧)
વિવેચન—જ્યાંસુધી પ્રતિકૂળતા પ્રત્યે પણ મધ્યસ્થતા–નિઃસ્પૃહતા મનુષ્યમાં આવતી નથી, ત્યાંસુધી વસુધૈવ કુટુંબકમ્ ’ ની પરમપવિત્ર ભાવના તેનામાં ખીલી શકતી નથી. સામાન્ય સયેાગેામાં તે ઘણાખરા લેાકેા શાન્ત, મધ્યસ્થ અને ન્યાયની તુલાની પેઠે વૃત્તિએને સંયમમાં રાખીને વનારા હોય છે; પરન્તુ જ્યારે ભયાનક પ્રતિકૂળતા, વિરેાધ અને શત્રુતા સામે આવી જે ઊભી હાય, ત્યારે વૃત્તિને મધ્યસ્થ રાખવી એ કાંઇ જેવા તેવા સંયમ નથી. એ સયમને તે। મનુષ્યે કેળવવા જોઇએ. બુધ્ધે તેને ઉત્તમમાં ઉત્તમ મંગલ કહ્યું છેઃ—
6
फुलट्ठ लोकधम्मेहि चित्तं यस्स न कंपति । असोकं विरजं खेमं एतं मंगलमुत्तमम ॥
અર્થાત્—— લાભ અને હાનિ, યશ અને અપયશ, નિંદા અને સ્તુતિ, સુખ અને દુઃખ એ આઠ ) લોકસ્વભાવ સાથે સંબંધ થયા છતાં જેનું ચિત્ત ન કંપતાં શેકરહિત-નિર્મળ અને સુખરૂપ રહે છે, તેનું તે મૃત્ય ઉત્તમ મંગળ છે. સુખ અને દુ:ખમાં સમભાવ રાખવા એ જ સાચી મધ્યસ્થતા અથવા ઉપેક્ષા છે. મનુષ્યની આ મધ્યસ્થતાથી મનુષ્ય પાતે પાપકર્મથી મુક્ત થાય એ યુકત છે. પરન્તુ ગ્રંથકાર કહે છે કે—પામ્યઃ પરિમોન્સનાય નાતઃ–અર્થાત્ જગતને પાપમાંથી છેડાવવા માટે—તું માધ્યસ્થ્યનું પરિશીલન કર. એ કેવી રીતે ? ઉપર્ જણાવ્યું છે તેવી રીતે અને આગળ.