SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ માટે અનંત અને ચૈતન્યરૂપ છે, જે આત્મ અનુભવના એક સારરૂપ છે, તે શાન્ત પ્રકાશને હું નમસ્કાર કરૂં છું. ભર્તૃહરિએ પોતાના ‘નીતિશતક’ના પ્રારંભમાં એ પરમ જ્યેાતિને નમસ્કાર કરતાં તેનું સ્વરૂપ ઉપર પ્રમાણે ધટાવ્યું છે. આ ગ્રંથકારે પણ એ ‘એકસાર’નું સ્તવન કરી સ્વાભીષ્ટની સિદ્ધિને અર્થ તેના આશીર્વાદની યાચના કરી છે. આ સ્તવનના શ્લાકમાં એ પરમ જ્યેાતિના જે ગુણા દર્શાવવામાં આવ્યા છે તેમાં કેટલીક સૂચકતા રહેલી છે. એ પરમ જ્યેાતિમાંથી ગાતમમ્રુદ્ધ, શંકર આદિ મહાપુરૂષ! જનસમાજને આકર્ષવાની પરમ વિભૂતિ પામ્યા, એ પરમ જ્યેાતિમાંથી શ્રી ઋષભદેવ આદિ ચાવીસે જિને—તીર્થંકરે પરિપૂર્ણ શાશ્વત નિર્વાણપદને પામ્યા, એટલુ જ નહિ પણ એ પરમ જ્યેાતિમાં અખિલ વિશ્વ સ્પષ્ટાકારે ભાસે છે, એટલું ચૈતન્ય સામર્થ્ય જે જ્યેાતિમાં રહેલું છે તે જ્યોતિને એક અણુ પણ મનુષ્યને પ્રાપ્ત થાય તેા તેનું કલ્યાણ થયા વિના કેમ રહે? તેટલા માટે એ પરમ ચૈતન્ય સ્વરૂપ જ્યાતિને સ્તવતાં ગ્રંથકાર ઉચરે છેકે આ ગ્રંથલેખન જે પેાતાનું અભીષ્ટ છે તેની સંસિદ્ધિ-વૃતિને માટે તેને આશીર્વાદ પોતાને પ્રાપ્ત થાય અને તદર્થે પ્રળમાન્યતૢ ત્રિñ:-‘હું મન, વચન તથા કાયાથી નમસ્કાર કરૂં કું.’ જ્યેાતિના પરમ સામર્થ્યના દૃષ્ટાંત વડે તેના આશીર્વાદ પ્રત્યેના પોતાના વિશ્વાસનું સંપૂર્ણત્વ ગ્રંથકારે પ્રદર્શિત કર્યું છે. (૧) [ કત્તન્ય-કૌમુદી'ના પ્રથમ ગ્રંથને! અને આ દ્વિતીય ગ્રંથને પૂર્વીપર સબંધ કેવા પ્રકારના છે તે હવે પછીના શ્લેાકમાં દર્શાવવામાં આવ્યું છે. ] પૂત્તિરપ્રન્થસન્સધ | ૨ || पूर्वार्द्ध वयसोर्द्वयोः प्रथमयो - नीतिः समालोचिता । सद्योऽयं समयस्तृतीयवयसः कर्त्तव्य संदर्शने ॥ विद्या येन समर्जिता धनमपि प्राप्तं कुटुम्बोचितं । तेनावश्यतया परार्थनिरतं कार्यं निजं जीवनम् ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy